Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા

|

Oct 20, 2021 | 3:14 PM

ડોક્ટરોને એક એવી સફળતા મળી છે જેમાં માનવ શરીર(Human Body)માં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની ઘટને દુર કરી શકાય છે. પહેલીવાર એક માનવ શરીરમાં એક સુવર(Pig)ની કિડનીને ટ્રાન્સપ્લાન્ટ(Kidney Transplant)કરવામાં સફળતા મળી

Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા
Successful transplantation of pig's kidney in human body

Follow us on

માનવ શરીર(Human Body)માં કિડની એ ખૂબ અગત્યનું અંગ છે શરીરમાં કિડની ખરાબ થઈ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ(Kidney Transplant)ની જરૂર પડતી હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં માનવ કિડની ઉપલબ્ધ થવી મુશ્કેલ છે. જેમાં અમેરિકાના ડોક્ટરોના આ સફળ પ્રયોગથી આગામી ભવિષ્યમાં આ સમસ્યાનું નિરાકરણ મળી શકશે.

અમેરિકાના ડોક્ટરોને એક એવી સફળતા મળી છે જેમાં માનવ શરીર(Human Body)માં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની ઘટને દુર કરી શકાય છે. પહેલીવાર એક માનવ શરીરમાં એક સુવર(Pig)ની કિડનીને ટ્રાન્સપ્લાન્ટ(Kidney Transplant)કરવામાં સફળતા મળી છે અને શરીરની રોગપ્રતિકારક પ્રણાલીએ આ અંગને તાત્કાલિક નકાર્યું નથી.

આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યૂયોર્ક સિટીના એનવાઈયૂ(NYU) લૈંગન હેલ્થમાં એક સુવર(Pig)પર કરવામાં આવી અને તેના જિનને બદલી નાખવામાં આવ્યા, જેથી માનવ શરીર(Human Body) તાત્કાલિક તેને નકારે નહીં. આ ટ્રાન્સપ્લાન્ટ એક બ્રેઈન ડેડ દર્દીમાં કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. ત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવતા પહેલા દર્દીના પરિવારે ડોક્ટરને કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney Transplant)ની મંજુરી આપી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ત્રણ દિવસ સુધી નવી કિડની દર્દીની રક્તવાહિનીઓ સાથે જોડાયેલ હતી અને તેના શરીરની બાહર રાખવામાં આવી હતી. જેમાં ડોક્ટરોએ આ કિડની ટ્રાન્સપ્લાન્ટને સામાન્ય જાહેર કરી છે. સંશોધકો દાયકાઓથી પ્રત્યારોપણ માટે પ્રાણીઓના અંગોનો ઉપયોગ કરવાની સંભાવના પર કામ કરી રહ્યા છે, પરંતુ માનવ શરીર દ્વારા તાત્કાલિક નવા અંગને અસ્વીકારને કેવી રીતે અટકાવવું તે અંગે અસ્પષ્ટતા છે.

ડોક્ટરના જણાવ્યાં અનુસાર વર્તમાન પ્રયોગમાં એક જ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે, ત્યારે ભવિષ્યનો કોઈપણ પ્રયોગ નવા અવરોધોને ઉજાગર કરે તેવી શક્યતા છે જેને દૂર કરવાની જરૂર પડશે. જ્યાં સુધી માનવ કિડની ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી, અથવા કાયમી કલમ તરીકે આ પરિક્ષણો ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે ટુંકા ગાળાના ઉકેલ તરીકે અપનાવી શકાય છે.

અમેરિકામાં યૂનાઈટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેયરિંગ (United Network for Organ Sharing) અનુસાર વર્તમાનમા લગભગ 1,07,000 લોકો અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે. જેમાં 90,000 થી વધુ લોકો કિડનીની રાહ જોઈ રહ્યા છે. જેમાં એક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સરેરાશ ત્રણ થી પાંચ વર્ષ સુધી રાહ જોવી પડે છે.

Next Article