Kenya News : US એમ્બેસીએ કેન્યાના નૈરોબીમાં સંભવિત આતંકી હુમલાને લઈ એલર્ટ જાહેર કરી આપી ચેતવણી, જાણો સમગ્ર વિગત

|

Oct 14, 2023 | 5:32 PM

દૂતાવાસે જણાવ્યું હતું કે કેન્યાની રાજધાની નૈરોબીમાં વિદેશીઓ દ્વારા વારંવાર મુલાકાત લેતા વિસ્તારોને નિશાન બનાવતી આતંકવાદી ગતિવિધિઓના ઊંચા જોખમો છે. આ સાથે US એમ્બેસીએ નૈરોબીમાં શંકાસ્પદ આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કર્યું. સતર્કતાના ભાગ રૂપે, યુએસ એમ્બેસીએ નાગરિકોને પ્રવાસીઓ અથવા વિદેશીઓને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Kenya News : US એમ્બેસીએ કેન્યાના નૈરોબીમાં સંભવિત આતંકી હુમલાને લઈ એલર્ટ જાહેર કરી આપી ચેતવણી, જાણો સમગ્ર વિગત

Follow us on

કેન્યામાં US એમ્બેસીએ નૈરોબીમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકનોને તેમની વ્યક્તિગત સુરક્ષા અંગે ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે 13, 2023 ના રોજ તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત એક નિવેદનમાં, દૂતાવાસે જણાવ્યું હતું કે નૈરોબી અને કેન્યામાં અન્યત્ર વિદેશીઓ અને પ્રવાસીઓ દ્વારા વારંવાર આવતા વિસ્તારોને નિશાન બનાવતી આતંકવાદી પ્રવૃત્તિઓના ખૂબ જોખમો છે.

“યુએસ નાગરિકો અને અન્ય વિદેશીઓ અને પ્રવાસીઓ દ્વારા નૈરોબી અને કેન્યાના અન્ય સ્થળોએ વારંવાર આવતાં સ્થાનો સંભવિત રીતે હુમલાઓ કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ માટે આકર્ષક લક્ષ્યો બની રહે છે તેવું એમ્બેસીએ જણાવ્યું હતું.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

સાવચેતીના ભાગ રૂપે US એમ્બેસીએ નાગરિકોને પ્રવાસીઓ અથવા વિદેશીઓ દ્વારા પ્રવાસન સ્થળોએ સતર્ક રહેવા અને તેમની વ્યક્તિગત સુરક્ષા અંગેની યોજના જાતે બનાવવા જણાવ્યું હતું.

અમેરિકન નાગરિકોને પણ તેમની આસપાસના વાતાવરણથી સજાગ રહેવાની વિનંતી કરવામાં આવી છે, ખાસ કરીને હોટલ, દૂતાવાસ, રેસ્ટોરાં, મોલ અને બજારો, શાળાઓ, પોલીસ સ્ટેશનો, પૂજા સ્થાનો વગેરે જેવી જગ્યાઓએ સાવચેતી રાખવા જણાવ્યુ છે.

એમ્બેસીએ ફોન નંબર પણ શેર કર્યા છે જેનો ઉપયોગ નાગરિકો કોઈપણ સહાયની જરૂર હોય ત્યારે તેમનો સંપર્ક કરવા માટે કરી શકે છે. મહત્વનુ છે કે US એમ્બેસીએ એ પણ નોંધ્યું છે કે કેન્યાની સરકારે આતંકવાદના વધતા જોખમના જવાબમાં તેના આતંકવાદ વિરોધી પેટ્રોલિંગમાં વધારો કર્યો છે.

અગાઉ 15 જાન્યુઆરી, 2019 ના રોજ DusitD2 સંકુલના હુમલા પછી નૈરોબીમાં કોઈ મોટા હુમલાની ઘટના બની નથી. આ એ ઘટના જેમાં 21 જેલા લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Sweden News : NATO એ સ્વીડનની સદસ્યતાને મંજૂરી આપવા માટે તુર્કીયે પર વધાર્યું દબાણ

આ બાદ જાન્યુઆરી 2020 માં, અલ શબાબે કેન્યા અને અમેરિકન દળો દ્વારા સંચાલિત લામુમાં સૈન્ય સુવિધા મંડા ખાડી એરબેઝ પર હુમલો કર્યો જેમાં ત્રણ અમેરિકનો, એક સૈનિક અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DoD) ના બે લોકો માર્યા ગયા. બે અન્ય US સેવા સભ્યો અને ત્રીજા DoD સભ્યો ઘાયલ થયા હતા.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article