કેન્યા એરવેઝની ફ્લાઇટને યુકેના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેની સુરક્ષા કારણોસર ભારે પોલીસ દળની વચ્ચે તેને લેન્ડ કરવામાં આવી હતી. નૈરોબીથી લંડનના હીથ્રો એરપોર્ટ જતી ફ્લાઈટનું સુરક્ષા એલર્ટને લઈને યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યા બાદ મોટો અકસ્માત ટળી ગયો હતો.
સ્ટેનસ્ટેડ એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્યાની ફ્લાઈટને લંડનના હીથ્રો એરપોર્ટ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેન્યા એરવેઝ 787 સુરક્ષિત રીતે લેંડિંગ કરાવ્યુ હતું.
સુરક્ષા દળો અને યુકે પોલીસ ફોર્સ ની હાજરીમાં પ્લેનને લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનને આરએએફ ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટ દ્વારા સ્ટેનસ્ટેડમાં લઈ જવામાં આવ્યું હતું. સ્ટેન્સ્ટેડ એરપોર્ટ લંડનથી લગભગ 30 માઈલ (40 કિલોમીટર) ઉત્તરે આવેલું છે. જ્યારે સુરક્ષાને લગતી ઘટનાઓ હોય ત્યારે ફ્લાઇટ માટે ઇમરજન્સી લેન્ડિંગ વિકલ્પ તરીકે આ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સ્થાન તેને આ કાર્ય માટે યોગ્ય એરપોર્ટ બનાવે છે.
ઘટનામાંથી મળેલી તાજેતરની તસવીરોમાં બોમ્બ ડિસ્પોઝલ યુનિટ તેમજ ફાયર ફાઇટર સ્થળ પર હાજર છે. ફ્લાઇટના છેલ્લી ઘડીના ડાયવર્ઝનની તેમની ભયાનકતા ગણાવતા, એક અહેવાલ મુજબા મુસાફરોએ જણાવ્યુ કે તેઓને લેંડિંગની 45 મિનિટ પહેલા ડાયવર્ઝન વિશે જાણ થઈ હતી.
સ્ટેનસ્ટેડ ખાતે ફ્લાઈટના લેન્ડિંગ પહેલા પોલીસ પહોંચી ગઈ હતી. ફ્લાઇટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ અને પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ, એરપોર્ટને સામાન્ય કામગીરી માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : London News : લંડનમાં યહૂદી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય, યહૂદી-પેલેસ્ટાઈનના વિરોધને કારણે લેવાયો નિર્ણય
લાંબા રૂટના એરક્રાફ્ટ અને લંડનની ટૂંકી મુસાફરી વચ્ચે યોગ્ય પરિવહન સુનિશ્ચિત કરવા માટે 1991માં લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટનો પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પાસે મૂળ ‘નોર્થસાઇડ’ ટર્મિનલ સાઇટ છે જેને આધુનિક બિઝનેસ એવિએશન સેન્ટરમાં પુનઃવિકાસ કરવામાં આવી છે. એરપોર્ટ લંડન ટર્મિનલ ક્ષેત્રમાં નોંધપાત્ર રનવે ક્ષમતા સાથે માત્ર 3,000m+ રનવેનું સંચાલન કરે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:01 pm, Fri, 13 October 23