અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) અમેરિકી સેનાને (US Army) પરત બોલાવાન નિર્ણયનો બચાવ કર્યો.અફઘાન નેતૃત્વને સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યુ સાથે જ તાલિબાનને (Taliban) ચેતવણી આપી કે જો તેમણે અમેરિકિ કર્મીઓ પર હમલો કર્યો અથવા દેશમાં તેમના અભિયાનને નુકસાન પહોંચાડ્યુ તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે. બાઇડેને અફઘાનિસ્તાનથી આવી રહેલી તસ્વીરોને અત્યંત પરેશાન કરી નાખનારી કહી. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકો એવા કોઇ યુદ્ધમાં મરી ન શકે કે જે અફઘાન દળો પોતાના માટે લડવા માંગતા ન હોય
તેમણે અમેરિકાને સંબોધતા કહ્યું કે, ‘હું મારા નિર્ણય સાથે સંપૂર્ણપણે છું. 20 વર્ષ પછી મે એ શીખ્યુ કે યુએસ લશ્કર પાછું ખેંચવાનો ક્યારેય સારો સમય ન આવ્યો. તેથી જ અમે હજુ પણ ત્યાં હતા. અમે જોખમો વિશે સ્પષ્ટ હતા.
અમે દરેક આકસ્મિક આયોજન કર્યું હતું પરંતુ મેં હંમેશા અમેરિકન લોકોને વચન આપ્યું કે હું હંમેશા તમારી સાથે ખૂબ સ્પષ્ટ વાત કરીશ. તેમણે કહ્યું, ‘સત્ય એ છે કે આ બધું આપણે ધાર્યું હતું તેના કરતાં વહેલું થયું. તો શું? અફઘાનિસ્તાનના નેતાઓએ હાર સ્વીકારી અને દેશ છોડીને ભાગી ગયા. અફઘાન સૈન્ય હારી ગયુ અને તે પણ લડવાનો પ્રયાસ કર્યા વિના.
ગયા સપ્તાહની ઘટનાઓએ સાબિત કર્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની ભાગીદારીને સમાપ્ત કરવી એ યોગ્ય નિર્ણય છે બાઇડેને સાથે કહ્યુ કે જો તાલિબાન અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્યના પાછા ફરવાના અભિયાનમાં હસ્તક્ષેપ કરે છે તો અમેરિકા વિધ્વંસક બળ સાથે જવાબ આપશે.
તેમણે કહ્યું, “દળોને પાછો ખેંચી લેવા સાથે, અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ અમારા કર્મચારીઓ પર હુમલો કરશે અથવા અમારી કામગીરીમાં અવરોધ ઉભો કરશે, તો ઝડપી અને જોરદાર જવાબ આપવામાં આવશે.”
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ અમે જરુરિયાત ઉભી થાવ પર વિધ્વંસકારી બળ સાથે અમારા લોકોની રક્ષા કરીશુ. અમારા અત્યારના અભિયાનનો હેતુ અમારા લોકો અને સહયોગીઓને સુરક્ષિત અને જલ્દી બહાર કાઢવાનો છે.
તેમણે કહ્યું કે, અમે 20 વર્ષના રક્તપાત બાદ અમેરિકાના સૌથી લાંબા યુદ્ધનો અંત લાવીશું. અત્યારે જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ તે દુ:ખદ રીતે સાબિત કરે છે કે કોઈ પણ સેના સ્થિર, સંયુક્ત અને સુરક્ષિત અફઘાનિસ્તાન બનાવી શકતી નથી. જેમ કે ઇતિહાસમાં છે, તે સામ્રાજ્યોનું કબ્રસ્તાન છે. ‘બાઇડેને કહ્યું,’ અમે એક હજાર અબજ ડોલરથી વધુ ખર્ચ કર્યો. અમે અફઘાન સેનાના 3,00,000 સૈનિકોને તાલીમ આપી હતી. તેમને પુરવઠો આપ્યો.
તેમણે કહ્યુ તેમની સેના અમારા કેટલાક નાટો સહયોગીઓની સેનાઓથી વધારે મોટી છે. અમે તેમને વેતન આપ્યુ. વાયુ સેનાની દેખરેખ કરી જે તાલિબાન પાસે નથી. તાલિબાન પાસે વાયુ સેના નથી. અમે તેમને તેમનું ભવિષ્ય નક્કી કરવાની દરેક તક આપી. અમે તેમને તે ભવિષ્ય માટે લડવાની ઇચ્છા આપી શકતા નથી.અમે તેમને તે ભવિષ્ય માટે લડવાની ઇચ્છાશક્તિ ન આપી શકીએ.
આ પણ વાંચો : Positive News : બ્રિટન આપશે અફઘાની નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા
આ પણ વાંચો : તાલિબાનીઓને લઇને અમેરીકી ટેક કંપનીઓના વલણ સામે સવાલ, આતંકવાદીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
Published On - 1:56 pm, Tue, 17 August 21