“અમે લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ” બાયડેને 9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર કહ્યું

|

Sep 11, 2022 | 10:07 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને 9/11 હુમલાની 21મી વરસી પર રવિવારે પેન્ટાગોનમાં એક સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન બાયડેને અમેરિકાના લોકતંત્રની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

અમે લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ બાયડેને 9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર કહ્યું
9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર બાયડેનનું સંબોધન
Image Credit source: Social Media

Follow us on

યુએસ (US) પ્રમુખ જો બાયડેને (Joe Biden)રવિવારે પેન્ટાગોનમાં 9/11ના આતંકી હુમલાની (Terrorist attacks)21મી વરસી પર એક સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન બાયડેને અમેરિકાના લોકતંત્રની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા લોકતંત્રની રક્ષા કરવી આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે લોકશાહી તે છે જે સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે.

જો બાયડેને પોતાના સંબોધનમાં કહ્યું, ‘લોકશાહીનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે. લોકશાહી એ સ્વતંત્રતાના અધિકારની બાંયધરી આપે છે, જેને તે આતંકવાદીઓએ 9/11ના દિવસે સળગતી આગમાં ફેંકી દીધી હતી. અમે અમારી લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.” અમેરિકી બાયડેને વધુમાં કહ્યું, ‘9/11ના આતંકવાદી હુમલામાં જે નષ્ટ થયું હતું તેને અમે રિપેર કર્યું છે. જે પ્રકારની ધમકી આપવામાં આવી હતી તેના માટે અમે પ્રતિજ્ઞા લીધી હતી. આ હુમલાથી અમારી અદમ્ય ભાવના ક્યારેય ડગમગી નથી.

9/11ના આતંકી હુમલાની 21મી વરસી

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તમને જણાવી દઈએ કે આજે એટલે કે રવિવારે અમેરિકામાં 9/11 આતંકી હુમલાની 21મી વરસી મનાવવામાં આવી હતી. પ્રમુખ જો બાયડેને પેન્ટાગોન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. 9/11ના હુમલાની 21મી વર્ષગાંઠ એવા સમયે આવી રહી છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની સંપૂર્ણ પાછી પાનીને એક વર્ષ થઈ ગયું છે. 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, યુએસ અને તેના સહયોગીઓના દળોએ અફઘાનિસ્તાનમાં લાંબી કાર્યવાહી હાથ ધરી હતી. હુમલાની વરસી નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ એકઠા થયા હતા અને તેમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા

તમને જણાવી દઈએ કે 21 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ કાયદાના આતંકવાદીઓએ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સિલવેનિયા પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-કાયદાએ ચાર વિમાનોથી આ સ્થળો પર હુમલો કર્યો હતો. પ્રથમ અને બીજા વિમાનો ઈમારતની ઉત્તરી અને દક્ષિણ બાજુએ અથડાયા હતા, જ્યારે ત્રીજા જેટે વોશિંગ્ટન ડીસીની બહાર પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. તે જ સમયે, ચોથું વિમાન પેન્સિલવેનિયામાં નીચે પડ્યું. 9/11ના આતંકવાદી હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 10:07 pm, Sun, 11 September 22

Next Article