જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે પૂર્વે કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. Joe Biden દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બન્યા છે, નવેમ્બર 2020માં તે 78 વર્ષના થઈ ગયા છે. તેમના પહેલા સૌથી પહેલા વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.
ડેમોક્રેટિક પાર્ટીથી આવનારા જો બાઈડનના શપથ ગ્રહણ પૂર્વે બરાક ઓબામા મિશેલ ઓબામા સાથે શપથ ગ્રહણ સમારોહ સ્થળ માટે અમેરિકી કેપિટલ પહોંચ્યા હતા.શપથ ગ્રહણ પૂર્વે કમલા હેરિસ કેપિટલ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. તેમજ આ પૂર્વે તેમણે ટ્વીટ કરીને પોતાના દિલની વાત કરી હતી. કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. જો બાઈડને શપથ ગ્રહણ પૂર્વે પત્ની માટે ટ્વીટ કર્યું હતું. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસનું અભિવાદન કર્યું હતું.