Joe Biden Phone Call Imran Khan: બાઈડેને વડાપ્રધાન મોદીને કર્યો કોલ પણ ઈમરાન ખાનને અવગણતા અમેરિકાને આપી ગીધડ ધમકી

|

Aug 05, 2021 | 12:42 PM

બાઈડનની વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરવાને લઈ પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે અને તેની ખીજમાં તે અમેરિકાને ગીધડ ધમકી આપવા લાગ્યું છે

Joe Biden Phone Call Imran Khan: બાઈડેને વડાપ્રધાન મોદીને કર્યો કોલ પણ ઈમરાન ખાનને અવગણતા અમેરિકાને આપી ગીધડ ધમકી
Biden calls PM Modi but ignores Imran Khan and threatens US

Follow us on

Joe Biden Phone Call Imran Khan: અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડેનના (Joe Biden) પદભાર સંભાળ્યા બાદ પાકિસ્તાન (Pakistan)નાં વડાપ્રધાનને હજુ સુધી ફોન ન કરવાને લઈ પાકિસ્તાન બોખલાઈ ઉઠ્યું છે. પાકિસ્તાનનાં બોલ બચ્ચન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસુફે (Moid Yusuf) ધમકાવાની ભાષામાં કહ્યું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ સતત પાકિસ્તાનની ઉપેક્ષા કરી રહ્યું છે તો અમારી પાસે બીજા પણ વિકલ્પ ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે બાઈડનની વડાપ્રધાન મોદી (Indian PM Narendra Modi) સાથે ફોન પર વાત કરવાને લઈ પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે અને તેની ખીજમાં તે અમેરિકાને ગીધડ ધમકી આપવા લાગ્યું છે.

મોઈદ યુસુફનાં જણાવ્યા પ્રમાણે બાઈડેને હજુ સુધી ઈમરાન ખાન સાથે ફોન પર વાત નથી કરી જ્યારે કે અફઘાનિસ્તાનની દ્રષ્ટીએ અમારો દેશ કેટલું મહત્વ ધરાવે છે તે અગત્યનું છે. અને અમેરિકા તરફથી મળી રહેલા સંકેતને સમજવા માટે જ મહેનત કરી રહ્યા છે. અમને દરેક વખતે કહેવામાં આવ્યું કે તમને બાઈડેન ફોન કરશે, પછી એ ટેકનિકલ કારણ હોય કે કોઈ બીજુ, પરંતુ સ્પસ્ટ રૂપથી કહેવામાં આવે તો હવે લોકો ભરોસો નથી કરતા.

પાકિસ્તાન પાસે વિકલ્પ- મોઈદ યૂસુફ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પાકિસ્તાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું અગર એક ફોન કોલની સુવિધા હોય કે સુરક્ષા સંબંધોની વાત હોય પાકિસ્તાન પાસે બીજો વિકલ્પ પણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઈશારો ચીન તરફ હતો કે જેના ખોળામાં પહેલેથી જ પાકિસ્તાન જતુ રહ્યું છે. આ વચ્ચે અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાએ એમ પણ કહ્યું કે શાંતી બનાવી રાખવાની બે દેષો વચ્ચેની ભૂમિકા નિભાવતુ રહે.

અમેરિકાએ કહ્યું કે ઘણા નેતાઓને પોતાની રીતે બાઈડેને ફોન નથી કર્યો

ઘણી વાર પુછ્યા બાદ પણ મોઈદ પાસે એ જવાબ નોહતો કે પાકિસ્તાન પાસે બીજો કયો વિકલ્પ છે. સ્થાનિક ન્યૂઝ પેપરોનાં જણાવ્યા પ્રમાણે આયર્ન બ્રધર કહેવડાવાવાળા ચીન સાથે તેના ઉંડા સંબંધ છે. ચીને બેલ્ટ એન્ડ રોડ પરિયોજનાનાં માધ્યમથી અબજો ડોલરનું રોકાણ પાકિસ્તાનમાં કર્યું છે. આ વચ્ચે બાઈડન પ્રશાસના અક અધિકારીએ જણાવ્યું કે દુનિયામાં એવા ઘણા નેતા છે કે જેને બાઈડને ફોન નથી કર્યો. પ્રોપર સમય પર તે ઈમરાન સાથે પણ વાત કરશે.

 

Next Article