
જાપાન પોતાની ટેક્નોલોજી નવી નવી શોધ અજીબો ગરીબ સર્વિસથી દુનિયાને મુશ્કેલીમાં નાંખવાનું કામ કરે છે. આ વખતે જાપાને પોતાની નવી પહેલથી લોકોને ચોંકાવી દીધા છે. જાપાને જણાવી દીધું કે,આવી રીતે પણ ધંધો કરી શકાય છે.સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ મુજબ જાપાનની એક કંપની રેન્ટલ કોવાઈહિટોએ લોકો વચ્ચે વિવાદને ઉકેલવા એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ કંપની લોકોને ડરામણા દેખાતા લોકોને ભાડે આપે છે. કેટલાક પૈસામાં ભાડે મળતા આ ડરામણા લોકો તમારો વિવાદ કલાકોમાં ઉકેલી દેશે.
કંપનીની વાત માનીએ તો તેઓ ડરામણા છે અને તેમના શરીર પર મોટા ટેટૂ છે, જેને જોઈને સામેની વ્યક્તિ આપમેળે ડરી જાય છે. આ ડરામણા લોકોને ક્લાયન્ટ સાથે મોકલવામાં આવે છે અને તેઓ ફક્ત અડધા કલાકમાં આખી સમસ્યાનો ઉકેલ લાવી દે છે. પછી પાડોશી સાથેનો ઝગડો હોય કે,કંપનીમાં કોઈ વિવાદ હોય ડરામણા લોકો નાના ઝગડાથી લઈ મોટા વિવાદો કલાકોમાં ઉકેલી નાંખશે.
કંપની મુજબ લોકો આ સર્વિસનો ફાયદો પાડોશીને ચૂપ કરાવવા કે ઓફિસમાં બેકાબૂ કર્મચારીઓને પાઠ ભણાવવા અને પાર્ટનરને લાઇનમાં લાવવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, જો કોઈ કંપનીના બોસે તમારો પગાર રોકી દીધો હોય, તો આ ડરામણા લોકો તમને સંપૂર્ણપણે મદદ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમની સેવામાં બધું કાયદેસર રીતે કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના ડરામણા લોકો ગુંડા નથી.
આ પ્રકારની સર્વિસનો લાભ ઉઠાવવા માટે લોકોને 30 મિનિટ માટે 12 હજાર રુપિયાનો ખર્ચ કરવો પડશે. 3 કલાકની સર્વિસનો ચાર્જ 30 હજાર રુપિયા સુધી છે. જો ક્લાઈન્ટ શહેરમાંથી બહારનો છે. તો ટ્રાવેલિંગ ખર્ચો પણ ઉઠાવવો પડશે. આ સર્વિસ પર લોકોનું રિએક્શન શું છે. તો ચાલો જાણીએ. આના પર એક વ્યક્તિે લખ્યું કે, આ સર્વિસ ખુબ ફાયદાકારક છે. બીજાએ લખ્યું આ સર્વિસ એ લોકો માટે બેસ્ટ છે. જે લોકોને કમજોર જોઈને દબાવવામાં આવે છે.