Japan: રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર મળશે PM મોદી-ઝેલેન્સકી, આ મુલાકાત પર દુનિયાની નજર

|

May 20, 2023 | 11:52 AM

પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ અને ઝેલેન્સકી આજે બપોરે મળશે. આ સિવાય પીએમ આજે જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને વિયેતનામના નેતાઓ સાથે પણ બેઠક કરશે.

Japan: રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર મળશે PM મોદી-ઝેલેન્સકી, આ મુલાકાત પર દુનિયાની નજર
Narendra Modi - Volodymyr Zelenskyy

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હિરોશિમામાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. બેઠકમાં તમામ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવશે, પરંતુ તે સિવાય દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે. પીએમ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ અને ઝેલેન્સકી આજે બપોરે મળશે. આ સિવાય પીએમ આજે જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને વિયેતનામના નેતાઓ સાથે પણ બેઠક કરશે.

પીએમ મોદી અને ઝેલેન્સકીની મુલાકાત આજે બપોરે થઈ શકે

આજે સવારે PMએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ અને ઝેલેન્સકીની મુલાકાત આજે બપોરે નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. જો આમ થશે તો ગયા વર્ષે રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ બંને નેતાઓ પ્રથમ વખત મળશે. આ પહેલા યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી ઝાપારોવ ભારત આવ્યા હતા. તેમણે ભારત પાસેથી માનવતાવાદી મદદની પણ અપીલ કરી હતી. ભારતે પણ તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

પીએમ મોદી દ્વિપક્ષીય બેઠક કરશે

પીએમ મોદી જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને વિયેતનામના પીએમ ફામ મિન્હ ચિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે. ઝેલેન્સકી અને પીએમ વચ્ચેની બેઠક પહેલા રાજદ્વારી બેઠકોના અનેક રાઉન્ડ થયા છે. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Hiroshima: હિરોશિમામાં PM મોદીએ કરી મોટી વાત, કહ્યું- ‘પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ સ્વીકાર્ય નથી’

આ પહેલા જ્યારે પીએમ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા ત્યારે પીએમએ કહ્યું હતું કે યુદ્ધથી કશું પ્રાપ્ત થશે નહીં. પીએમ મોદીની આ વાતને આખી દુનિયાએ ટેકો આપ્યો હતો. અહીં અમેરિકા વારંવાર કહી રહ્યું છે કે ભારતના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો છે. પીએમ મોદી આ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરી શકે છે. બંને નેતાઓ પીએમ મોદીની વાત સાંભળે છે અને તેના પર વિચાર કરે છે.

પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે છે

એક દિવસ પહેલા પીએમ મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસીય મુલાકાતે રવાના થયા હતા. તેઓ અહીં G-7ના ત્રણ સત્રમાં ભાગ લેવાના છે. ઝેલેન્સકી પણ G-7માં હાજરી આપવા આવી રહ્યા છે. જાપાને તેમને આમંત્રણ મોકલ્યું હતું. આ શક્તિશાળી જૂથની અધ્યક્ષતા જાપાન કરી રહ્યું છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઝેલેન્સકી સાથે ઘણી ફોન પર વાતચીત થઈ છે. ભારતે ક્યારેય યુદ્ધને સમર્થન આપ્યું નથી. ભારતને સ્પષ્ટપણે કહ્યું કે આ મુદ્દો રાજદ્વારી માધ્યમથી જ ઉકેલવો જોઈએ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article