જાપાન એરપોર્ટ પર અચાનક અમેરિકન બોમ્બ વિસ્ફોટ, 80થી વધુ ફ્લાઈટ્સ રદ

|

Oct 02, 2024 | 7:49 PM

જાપાનના એરપોર્ટ પર અચાનક એક અમેરિકન બોમ્બ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટથી એરપોર્ટના ટેક્સીવે પર એક મોટો ખાડો પડી ગયો હતો. જેના કારણે અહીં 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જાપાની અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી

જાપાન એરપોર્ટ પર અચાનક અમેરિકન બોમ્બ વિસ્ફોટ, 80થી વધુ ફ્લાઈટ્સ રદ
Japan airport

Follow us on

1945 સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધને ઘણા વર્ષો વીતી ગયી છે. જો કે, જાપાનમાં એક અકસ્માતને કારણે તે ફરી એકવાર ચર્ચામાં છે. બુધવારે જાપાનના એરપોર્ટ પર બીજા વિશ્વયુદ્ધના સમયનો એક અમેરિકન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટેક્સીવેમાં મોટો ખાડો પડી ગયો હતો.

જાપાનના એરપોર્ટ પર અચાનક એક અમેરિકન બોમ્બ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટથી એરપોર્ટના ટેક્સીવે પર એક મોટો ખાડો પડી ગયો હતો. જેના કારણે અહીં 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જાપાની અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. આ અંગે પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં કોઈ વિમાન નહોતું.

અધિકારીઓએ જણાવ્યું કે સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો. જો કે હાલમાં કોઈ ખતરો નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અચાનક વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

80થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

આ દુર્ઘટના એવિએશન સ્કૂલમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં દેખાઈ છે. વિસ્ફોટને કારણે ડામરના ટુકડા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્ક્યુલેટ થયેલા વીડિયોમાં ટેક્સીવેમાં એક ઊંડો ખાડો દેખાઈ રહ્યો છે. તરત જ જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ કહ્યું કે એરપોર્ટ પર 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ અંગે તેમણે જણાવ્યું કે એક દિવસ પછી કામગીરી ફરી શરૂ થશે.

Published On - 7:43 pm, Wed, 2 October 24

Next Article