
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર તેમના સ્પષ્ટ અને સીધા નિવેદનો માટે જાણીતા છે. જેઓ ભારત તરફ આંખ ઉંચી કરીને જોનારાઓને બોધપાઠ આપે છે અને તેમને જડબાતોડ જવાબ આપવાની કોઈ તક છોડતા નથી. તેમણે ફરી એકવાર ચીન અને પાકિસ્તાનને કહ્યું છે કે, આજનું ભારત અલગ અને નવું ભારત છે.
તેમણે કહ્યું છે કે જે વિદેશી તાકતો દાયકાઓથી ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે, તેઓ જાણે છે કે આ એક અલગ ભારત છે, જે તેમને જવાબ આપશે. જયશંકરે કહ્યું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.
Interacted with the Indian community in Kampala. Energized by the warmth of their welcome.
Their contribution to Uganda and India-Uganda relationship makes us all proud. pic.twitter.com/q7BkwsuzbE
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 12, 2023
યુગાન્ડામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા જયશંકરે જણાવ્યું કે, દેશ કેવી રીતે ન્યુ ઈન્ડિયા બની રહ્યો છે. ચીન અને પાકિસ્તાનની સરહદો પર દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેના પર જયશંકરે કહ્યું કે, આજે લોકો એક નવું અને અલગ ભારત જોઈ રહ્યા છે. આ ભારત સ્ટેન્ડ લે છે અને પોતાનો બચાવ કરવા સક્ષમ છે, પછી તે ઉરી હોય કે બાલાકોટ હોય.
તમને જણાવી દઈએ કે 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પમાં આતંકી હુમલો થયો હતો. આ પછી ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ પછી 2019માં પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.
બીજી તરફ ચીન સાથે ચાલી રહેલા સીમા સંઘર્ષ પર જયશંકરે કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં સમજૂતીઓનું ઉલ્લંઘન થયું છે અને ચીને ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આજે ભારતીય સેના ખૂબ જ ઉંચાઈ પર હાજર છે અને ત્યાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ છે.
તેઓ કહે છે કે હવે સ્થિતિ પહેલાની સરખામણીમાં સાવ અલગ છે. ભારતીય સૈનિકોને સંપૂર્ણ સમર્થન મળે છે. તેમની પાસે યોગ્ય સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ચીન સાથેની સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે વધુ કામ કરવું પડશે. ભૂતકાળમાં જેટલું કામ થવું જોઈતું હતું તે થયું નથી.
વિદેશ મંત્રીએ કહ્યું કે, આ એક અલગ ભારત છે, જે પોતાના હિત માટે ઉભું છે અને વિશ્વ તેને સ્વીકારે છે. ભારતની નીતિઓ કોઈપણ બાહ્ય દબાણથી પ્રભાવિત થતી નથી. આ ભારત વધુ સ્વતંત્ર છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…