
ઇઝરાયલની (Israel) સેનાએ પશ્ચિમ કાંઠે ત્રણ પેલેસ્ટાઇનીઓને (Palestine) ઠાર માર્યા હતા. તેમાં એક 19 વર્ષનો છોકરો પણ સામેલ હતો. અમેરિકાએ (America) આ હત્યાની નિંદા કરી અને તેને ‘આતંકવાદી ઘટના’ ગણાવી હતી. અમેરિકાના આ નિવેદનથી ઈઝરાયલ ચોંકી ગયું હતું. ઈઝરાયલના કૃષિ મંત્રી અવી ડિક્ટરે આ ‘આતંકવાદી ઘટના’ વિશે અમેરિકાના નિવેદનને ફગાવી દીધું છે.
ઈઝરાયલના મંત્રી ડાઈચરે કહ્યું કે હું અમેરિકાના આ નિવેદનને સ્વીકારતો નથી. હું સલાહ આપીશ કે તેણે જાતે વ્યાખ્યા ન બનાવવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા પર ધ્યાન આપવું જોઈએ.
મંત્રી ડાઈચરે કહ્યું કે, અમેરિકા ઈન્ટેલિજન્સ પર નહીં પણ મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન આપી રહ્યું છે. ઇઝરાયલી આર્મી રેડિયો સાથે વાત કરતાં ડિક્ટરે કહ્યું કે દરેક વ્યક્તિ મીડિયા રિપોર્ટ્સ પર ભરોસો કરી રહી છે. અહીં શું થઈ રહ્યું છે અને શું ખોટું છે તેના પર કોઈનું ધ્યાન નથી. જ્યાં સુધી અમારો સંબંધ છે ત્યાં સુધી અમે ચિંતિત છીએ કે ત્યાં શું થયું.
જણાવી દઈએ કે ઈઝરાયેલના ઉગ્રવાદીઓએ ગત શુક્રવારે વેસ્ટ બેંકના રમલ્લાહમાં ત્રણ પેલેસ્ટાઈનીઓને ગોળી મારીને હત્યા કરી હતી. તેઓએ એક ગામમાં દરોડો પાડ્યો અને ત્યાંના રહેવાસીઓ પર હુમલો કર્યો હતો. પેલેસ્ટાઈનનો પશ્ચિમ કાંઠો વિસ્તાર ઈઝરાયલના કબજા હેઠળનો વિસ્તાર છે. અહીં આતંકવાદી અને ઉગ્રવાદી ઘટનાઓ બનતી રહે છે.
અમેરિકાએ પશ્ચિમ કાંઠાની ઘટનાની સખત નિંદા કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હુમલાના બીજા દિવસે શનિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ગઈકાલે ઈઝરાયેલના ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં એક 19 વર્ષીય પેલેસ્ટિનિયન માર્યો ગયો હતો. અમેરિકી વિદેશ વિભાગે સંપૂર્ણ ન્યાયની માંગણી કરી હતી.
આ પણ વાંચો : Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?
ઈઝરાયલના મંત્રીના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, તે માત્ર શબ્દોની પસંદગી છે. આ કોઈ અકસ્માત નથી. સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને લાગ્યું કે આ એક આતંકવાદી હુમલો છે કારણ કે અમે તેનાથી ચિંતિત છીએ તેથી અમે આવું કહ્યું. અમે તે પહેલાં સ્પષ્ટ કર્યું છે કે, હિંસક ઉગ્રવાદના તમામ કેસોમાં જવાબદારી અને ન્યાય સમાન કઠોરતા સાથે આગળ વધવો જોઈએ. મિલરે કહ્યું કે, ઈઝરાયેલે બે ઉગ્રવાદીઓની અટકાયત કરી છે જે યોગ્ય કાર્યવાહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:14 pm, Wed, 9 August 23