હમાસનો અંત હવે હાથવેંતમાં ! 11 લાખ લોકોને ગાઝા છોડવા ઈઝરાયેલનો આદેશ

|

Oct 13, 2023 | 10:36 PM

ઈઝરાયેલે હવે ગાઝામાં જમીન ઉપરથી હમાસના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવી લીધો છે. ઉત્તર ગાઝાની 11 લાખ વસ્તીને દક્ષિણ તરફ જવાનો આદેશ આપી દીધો છે. ઇઝરાયેલની સેના પણ હવે લેબનોનની સરહદે સતત પેટ્રોલિંગ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે 24 કલાકમાં આટલી મોટી વસ્તીનું સ્થળાંતર કરવું અશક્ય છે.

હમાસનો અંત હવે હાથવેંતમાં ! 11 લાખ લોકોને ગાઝા છોડવા ઈઝરાયેલનો આદેશ
Israel orders 11 lakhs people to leave Gaza

Follow us on

આખરે ઈઝરાયેલની સેનાએ ગાઝા પર અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી લીધી છે. હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલમાંથી બંધક બનાવેલા નાગરિકોને મુક્ત કરાવવા માટે, ઈઝરાયેલના આઈડીએફ દ્વારા હમાસના આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવાની તૈયારીઓ કરી દીધી છે. ગાઝા પર હુમલો કરવા માટે ઈઝરાયેલે આગામી 24 કલાકની અંદર ઉત્તર ગાઝા પટ્ટીમાંથી 11 લાખ પેલેસ્ટાઈનીઓને બહાર જતા રહેલાની તાકીદ કરી છે. આ અંગે ઈઝરાયેલ દ્વારા સૌથી પહેલા આ અંગેની જાણ સંયુક્ત રાષ્ટ્રને કરવામાં આવી હતી. ઈઝરાયેલે આજે શુક્રવારે આ ચેતવણી લોકો સુધી પહોચાડવાના હેતુથી સાર્વજનિક કરી છે. ઇઝરાયેલ સૈન્યએ જાહેર સ્થળાંતરનો આદેશ મોકલ્યો તેને લઈને આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રએ આને “અશક્ય” ગણાવ્યું હતું.

ગાઝાની અડધી વસ્તી ઉત્તર ગાઝામાં રહે છે

યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે, ઈઝરાયેલના નિર્દેશના પરિણામે અંદાજે 11 લાખ નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે. દરમિયાન ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદન બહાર પાડીને શહેરમાં રહેતા હજારો નાગરિકોને ઉતર ગાઝા પટ્ટી તરફથી દક્ષિણ ગાઝા તરફ જવાનો આદેશ આપ્યો છે અને કહ્યું હતું કે, હમાસના આતંકવાદીઓ ગાઝા પટ્ટીની નીચે ટનલોમાં છુપાયેલા છે.

“યુનાઇટેડ નેશન્સ આપત્તિજનક માનવતાવાદી પરિણામો વિના આવી ચળવળને અશક્ય માને છે,” દુજારિકે કહ્યું. હમાસના હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલે ગાઝા પર 6,000 બોમ્બ વડે હુમલો કર્યા બાદ ટૂંકી મુદતની નોટિસથી આટલો મોટો વિસ્તાર ખાલી કરાવવો શક્ય નથી.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

ઇઝરાયેલે, હમાસના આતંકી હુમલા બાદ, ગાઝાના 23 લાખ લોકોના ખોરાક, પાણી, ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે. ઇઝરાયેલના ઉર્જા પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલના નાગરિકોને જ્યા સુધી વિના શરતે મુક્ત કરવામાં નહી આવે ત્યાં સુધી ઈઝરાયેલે લાદેલ ઘેરો હળવો નહી કરાય.

લેબનોન સરહદે પણ વધ્યો તણાવ

લેબનોન અને ઈઝરાયેલની સરહદ કે જેને બ્લુ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ઇઝરાયેલની સૈન્ય ચોકી પર, લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા હુમલો કર્યો હતો. જેને કારણે હમાસ બાદ, હવે હિઝબુલ્લાહ સાથે ઇઝરાયેલનો મોટા પાયે સંઘર્ષનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લેબનોનની સરહદે તણાવ પણ વધી રહ્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈઝરાયેલના શહેર અરબ અલ-અરમશે નજીકની એક સૈન્ય ચોકી પર લેબનોન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતીચેનલ ફોલો કરો

Next Article