
ઈરાની મૂળની બોલીવુડ અભિનેત્રી એલનાઝ નોરોઝી અંદાજે નવ વર્ષથી બોલીવુડમાં એક્ટિવ છે. તે બોલીવુડ ફિલ્મોમાં અભિનય અને ડાન્સ માટે જાણીતી છે. તે ઈરાનની વર્તમાન પરિસ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત હતી, પરંતુ ઈરાની નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈના મૃત્યુ વિશે સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પોસ્ટ કરેલા એક વીડિયોમાં, તેમણે આ સમાચારને “અવિશ્વસનીય” ગણાવ્યા.
સિક્રેડ ગ્રેમ્સની ફેમસ અભિનેત્રી એલનાઝ નોરોઝીનો જન્મ ઈરાનમાં થયો હતો. પરંતુ તે કરિયર બનાવવા માટે ભારત આવી હતી. પરંતુ ઈરાનની હાલતને લઈ હંમેશા ચિંતત રહેતી હતી. તે સોશિયલ મીડિયા પર ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામનેઈનો વિરોધ પણ કરતી હતી. જ્યારે યુએસ અને ઈસ્ત્રાઈલ એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામનેઈના મૃત્યુના સમાચાર સામે આવ્યો તો. તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી તેમણે કહ્યું કે,અમારા માટે સૌથી અવિશ્વસનીય સમાચાર છે. જેની અમે 47 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ખામનેઈ મૃત્યુ પામ્યા.
ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈના મૃત્યુંના સમાચારને એલનાઝ નોરૌઝીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા હતા. આ સાથે સ્માઈલી ઈમોજી બનાવી અને થેન્ક્યુ લખ્યું હતુ. એલનાઝે અલી ખામેનીને તાનાશાહ પણ કહ્યા હતા.એ નોંધવું જોઈએ કે, એલનાઝ નોરોઝીનો જન્મ ઈરાનમાં થયો હતો. તે પછીથી ભારત ગઈ અને બોલિવૂડમાં કારકિર્દી બનાવી. ભારત આવતા પહેલા તેણીએ જર્મનીનો પ્રવાસ પણ કર્યો હતો. શનિવારના રોજ અમેરિકા, ઈસ્ત્રાલના સંયુક્ત ઓપરેશન હેઠળ ઈરાન પર હુમલો કર્યો, જેનાથી અલી ખામનેઈનું મૃત્યું થયું હતુ. ઈરાનના સુપ્રીમ લીડરની ઓફિસે 40 દિવસનો રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો છે.
એલનાઝ નોરૌઝીએ કહ્યું આ લોકો અમેરિકા અને ઈઝરાયલનો સફાયો કરવા માટે ન્યુકિલયર હથિયાર બનાવી રહ્યા હતા. તે લોકો જે કરી રહ્યા હતા. તે ઈરાનની વિરુદ્ધ હતી. આ યુદ્ધ ઈસ્લામિક રિપ્બલિક ઓફ ઈરાને શરુ કર્યું હતુ. જો ઈરાની લોકોની વાત સાંભળી હોત તો તે જે કરી રહ્યા હતા. તો તે બંધ કરી દીધું હોત. તેમણે જો ટેરરિસ્ટ, ઓર્ગેનાઈઝેશન છે. હમાસ, હુદિસ,હિઝબુલ્લા જો આ બધું બંધ કર્યું હોત તો યુદ્ધ ન થાત.