Israel Hamas War: ચીન અને રશિયાના નાગરિકોને પણ મારી રહ્યું છે હમાસ, 44 વિદેશી નાગરિકના મોત, ત્રણ ભારતીયો સહિત 150 લોકો ગુમ

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 44 વિદેશી નાગરિકોના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત 150 થી વધુ વિદેશી નાગરિકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, જે વિદેશી નાગરિકો ગુમ થયા છે, તેમાં 3 ભારતીય પણ સામેલ છે.

Israel Hamas War: ચીન અને રશિયાના નાગરિકોને પણ મારી રહ્યું છે હમાસ, 44 વિદેશી નાગરિકના મોત, ત્રણ ભારતીયો સહિત 150 લોકો ગુમ
Israel Hamas War
| Edited By: | Updated on: Oct 12, 2023 | 7:32 PM

ઈઝરાયેલ (Israel) પર એક પછી એક સતત હુમલાઓ કરી રહેલા હમાસ (Hamas) અને તેના આતંકીઓ વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા શનિવારથી ચાલી રહેલા આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 44 વિદેશી નાગરિકોના મોત થયા છે. આ ઉપરાંત 150 જેટલા વિદેશીઓ ગુમ થયા છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા તમામ લોકોની શોધખોળ ચાલુ છે.

ઈઝરાયલ પર ગાઝા પરથી રોકેટ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. રોકેટ હુમલા એટલા વધારે હતા કે ઈઝરાયેલની એન્ટી એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ નિવડી હતી. હમાસના આતંકીઓ બોર્ડર ક્રોસ કરીને ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા. હમાસના હુમલામાં ઈઝરાયેલના અંદાજે 1200 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

હુમલામાં 44 વિદેશી નાગરિકોના મોત

હમાસ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઈઝરાયલમાં હાજર 44 વિદેશી નાગરિકોના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત 150 થી વધુ વિદેશી નાગરિકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, જે વિદેશી નાગરિકો ગુમ થયા છે, તેમાં 3 ભારતીય પણ સામેલ છે.

ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીનના નાગરિકો મૃત્યુ પામ્યા

ઈઝરાયેલ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હમાસના હુમલામાં ફ્રાંસના સૌથી વધુ 9 નાગરિકોના મોત થયા છે અને 14 નાગરિકો ગુમ છે. અમેરિકાના 7 નાગરિકોના મોત થયા છે અને 7 લોકો ગુમ થયા છે. રશિયાના સૌથી વધુ 16 નાગરિકો ગુમ થયા છે અને 2 ના મોત થયા છે. ચીનના 2 નાગરિકો માર્યા ગયા છે અને 3 લાપતા છે.

હુમલામાં માર્યા ગયેલા અને ગુમ થયેલા વિદેશી નાગરિકોની યાદી ઇઝરાયેલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો : Israel-Hamas War: શું ભારત ઈઝરાયેલને હથિયાર આપશે, પેલેસ્ટાઈન પર શું રહેશે વલણ? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

થાઈલેન્ડના 9 નાગરિકો લાપતા છે, તુર્કીના એક નાગરિકનું મોત થયું છે અને 1 ગુમ છે. યુક્રેનના 7 નાગરિકો માર્યા ગયા અને 9 ગુમ થયા છે. યુકે – 2, અઝરબૈજાન – 1, આર્જેન્ટીના – 1, બેલારુસ – 2, બ્રાઝિલ – 2, દક્ષિણ આફ્રિકા – 2, સ્પેન – 3, હંગેરી – 2, કેનેડા, સુદાન અને ફિલિપાઈન્સના એક-એક નાગરિકનું મોત થયું છે.