તાલિબાનના નેતૃત્વમાં ઈસ્લામિક સ્ટેટની દખલગીરી, સર્વોચ્ચ રેન્કમાં સામેલ થયા ગુનેગારો

|

Nov 05, 2021 | 9:07 PM

ત્રણ મહિના પહેલા અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પણ તાલિબાનના સુપ્રીમ લીડર હજુ સુધી જાહેરમાં જોવા મળ્યા નથી. તાલિબાને 15 ઓગસ્ટે રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.

તાલિબાનના નેતૃત્વમાં ઈસ્લામિક સ્ટેટની દખલગીરી, સર્વોચ્ચ રેન્કમાં સામેલ થયા ગુનેગારો
Haibatullah Akhunzada

Follow us on

તાલિબાન (Taliban)ના સર્વોચ્ચ નેતા, હૈબતુલ્લાહ અખુન્દઝાદાએ જૂથને ચેતવણી આપી છે કે તેની રેન્કમાં સરકારની ઇચ્છા વિરુદ્ધ કામ કરતા અજાણ્યા લોકોનો સમાવેશ થઈ શકે છે. ગુરુવારે તાલિબાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વ્યાપકપણે વાયરલ થઈ રહેલ અખુંદઝાદા (Mullah Mohammad Yaqoob) દ્વારા કરવામાં આવેલા નિવેદન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ત્રણ મહિના પહેલા અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પણ તાલિબાનના સુપ્રીમ લીડર હજુ સુધી જાહેરમાં જોવા મળ્યા નથી. તાલિબાને 15 ઓગસ્ટે રાજધાની કાબુલ (Kabul) પર કબજો કરી લીધો હતો.

અમેરિકન સૈનિકો દ્વારા અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાને તેમની વ્યાપ વધારતા સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. તેઓએ કબજા પછી તરત જ અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતની ઘોષણા કરી હતી. તેમના નેતૃત્વએ વારંવાર ચેતવણી આપી છે કે તાલિબાને દેશ પર કબજો જમાવ્યો ત્યારથી દેશદ્રોહી અને ગુનેગારો સંગઠનમાં જોડાઈ રહ્યા છે. તેનાથી તાલિબાનની છબીને નુકસાન થઈ રહ્યું છે. ચેતવણી આપવામાં આવી હતી કે લોકો તાલિબાનમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

મુલ્લા મોહમ્મદ યાકૂબે પણ ચિંતા વ્યક્ત કરી હતી

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

સપ્ટેમ્બરમાં કાર્યવાહક સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબે પણ એક ઓડિયો સંદેશમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, કેટલાક ખરાબ અને ભ્રષ્ટ લોકો છે, જેઓ અમારી સાથે જોડાવા માંગે છે. તેઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા અથવા બદનામ કરવા અને ખરાબ દેખાડવા માટે આવું કરવા માંગે છે. તાલિબાનના સંસ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમરના પુત્ર યાકુબે વધુમાં જણાવ્યું હતું કે તાલિબાનની રેન્કમાંથી કોઈપણ દુષ્ટ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરના દિવસોમાં, તાલિબાને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવવા માટે નિમણૂકો શરૂ કરી છે.

તાલિબાન લડવૈયાઓ પર હુમલાનો આરોપ છે

ઇસ્લામિક સ્ટેટે તાજેતરના સમયમાં તાલિબાનને મોટો પડકાર આપ્યો છે. મંગળવારે, ઇસ્લામિક સ્ટેટે કાબુલમાં એક સૈન્ય હોસ્પિટલમાં હુમલો કર્યો, જેમાં 19 લોકો માર્યા ગયા. તાલિબાને પણ રાષ્ટ્રવ્યાપી માફીની જાહેરાત કરી હતી અને ખાનગી મીડિયા કંપનીઓને મુક્તપણે કામ કરવા દેવાનું વચન આપ્યું હતું. જો કે, કેટલાક તાલિબાન લડવૈયાઓએ પત્રકારો પર કથિત રીતે હુમલો કર્યો હોવાના અહેવાલો છે અને અન્ય પર કેટલાક પ્રાંતોમાં બળજબરીથી મિલકત જપ્ત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત તાલિબાન લડવૈયાઓ પર છેડતીનો પણ આરોપ છે.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં NSA સ્તરનું પ્રાદેશિક સંમેલન યોજાશે, રશિયા-ઈરાન સહિત અનેક દેશો થશે સામેલ

આ પણ વાંચો: Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, સરકારે કહ્યું-20 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા ભાવ

Next Article