Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો

બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં બલૂચ લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓએ શહેરના અનેક બજારો પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે.

Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો
| Updated on: Jan 31, 2026 | 5:36 PM

‘ધ બલૂચિસ્તાન પોસ્ટે’ (The Balochistan Post) X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, BLA ના લડવૈયાઓ બજારો પર કબજો કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક બલૂચ જનતા ખુશીઓ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરી રહી છે.

અત્યાર સુધીમાં તેઓએ બલૂચિસ્તાનના આશરે 10 શહેર પર કબજો કરી લીધો છે, જેમાં અનેક મોટા બજારો અને પોલીસ ચોકીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લડવૈયાઓ બજારોમાં ફરતા જોવા મળે છે, જ્યારે સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક તેમનું અભિવાદન કરી રહ્યા છે. બીજી તરફ, અહેવાલો અનુસાર પાકિસ્તાની સૈનિકો પોતાની પોસ્ટ છોડીને ભાગી ગયા છે.

આ ઘટનાને ‘ઓપરેશન હીરોફ’ ના બીજા તબક્કાનો હિસ્સો ગણાવવામાં આવી રહી છે, જેમાં BLA એ બલૂચિસ્તાનના અનેક શહેરો જેમાં ક્વેટા, નોશકી, મસ્તુંગ, દલબંદીન, કલાત, ખારાન, ગ્વાદર, પાસની, ટમ્પ અને બુલેદામાં એકસાથે હુમલા કર્યા છે. BLA એ દાવો કર્યો છે કે, તેમના લડવૈયાઓએ પાકિસ્તાની આર્મી અને ISI ના કેમ્પ પર હુમલા કર્યા છે તેમજ ઘણા વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. ક્વેટામાં પોલીસ સ્ટેશનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, વાહનો તબાહ થયા છે અને ધાબા પર BLA ના લડવૈયાઓ તૈનાત જોવા મળી રહ્યા છે.

આ ઘટનામાં અત્યાર સુધી પાકિસ્તાની સુરક્ષા દળોના 10 જવાનો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અનેક BLA લડવૈયાઓ પણ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ક્વેટામાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જેના કારણે ત્યાંની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ટ્રેન વ્યવહાર પણ સ્થગિત કરી દેવાયો છે.

BLA ના લડવૈયાઓ હવે ગ્વાદર પોર્ટ (બંદર) સુધી પહોંચી ગયા છે, જ્યાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

આ ઘટના બાદ પાકિસ્તાની સેનામાં ભારે ફફડાટ અને નાસભાગ મચી ગઈ છે. આ ઓપરેશનની ખાસ વાત એ છે કે, તેમાં BLA ની મહિલા લડવૈયાઓ પણ જોડાયેલી છે. સમગ્ર બલૂચિસ્તાનમાં BLA દ્વારા કરવામાં આવી રહેલા આ ભીષણ હુમલાઓ વચ્ચે બલૂચ નેતા સરદાર અખ્તર મેંગલે નિવેદન આપતા કહ્યું કે, “મેં મારા જીવનમાં ક્યારેય આવી ભયાનક સ્થિતિ જોઈ નથી.”

આ પણ વાંચો: Breaking News : શું શી જિનપિંગની સત્તા જોખમમાં છે ? ચીનમાં વધતી જતી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઊભા થયા અનેક સવાલો