
Iran Israel Clash: પોતાની સૈન્ય શક્તિને મજબૂત બનાવતી વખતે, ઈરાને(Iran) તેના શસ્ત્રોની શક્તિમાં વધુ વધારો કર્યો છે. હાલમાં જ દુનિયાની સામે એક નવું ડ્રોન રજૂ કરતી વખતે ઈરાને કહ્યું છે કે તે ઈઝરાયેલ પર હુમલો કરવા સક્ષમ છે. ઈરાનના સંરક્ષણ મંત્રીએ ઈરાનમાં સંરક્ષણ ઉદ્યોગ દિવસ પર આયોજિત પ્રદર્શનમાં ‘મોહાજેર-10’ ડ્રોનનું અનાવરણ કર્યું હતું.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ કમાન્ડર પણ આ કાર્યક્રમમાં હાજર હતા. ઈરાનનું આ નવું ડ્રોન માનવરહિત એટેક એરક્રાફ્ટ છે, જેને અમેરિકા દ્વારા નિર્મિત MQ-9 રીપરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડ્રોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મોહજેર-10 અજાણ્યા એરસ્ટ્રીપ પરથી ઉડતો જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન અલગ-અલગ પ્રકારના બોમ્બ અને એન્ટી રડાર સાધનો લઈ જવા માટે પણ સક્ષમ છે.
મોહજેર ડ્રોનનું પ્રથમ સંસ્કરણ 1980ના દાયકામાં ઇરાક સાથેના આઠ વર્ષના યુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું. ઈરાની મીડિયા અનુસાર, આ મોહજેરનું નવું વર્ઝન છે. આ ડ્રોન પોતાની સાથે 300 કિલો હથિયાર લઈ જઈ શકે છે. તે મહત્તમ 210 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા સાથે 450 લિટર ઇંધણ રાખી શકે છે.
સરકારી મીડિયા અનુસાર, ‘મોહાજેર-10’ ડ્રોન આકાશમાં લગભગ 7000 મીટરની ઉંચાઈ પર ઉડી શકે છે, સાથે જ તે લગભગ 2000 કિલોમીટરનું અંતર પણ રોકાયા વિના કાપી શકે છે.
ઈરાને એક દિવસ પહેલા તેના નવા ડ્રોનનું અનાવરણ કર્યું હતું, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર પશ્ચિમમાં હેબ્રોનમાં ઈઝરાયેલીઓ પર ગોળીબાર અને હુમલા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે તાજેતરના હુમલા માટે ઈરાનને ફંડિંગ અને પ્રોત્સાહિત કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. સોમવારે ઈઝરાયેલે ઈરાનના હિતોને નિશાન બનાવીને સીરિયામાં હવાઈ હુમલો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો