સાઉથ આફ્રિકાને લૂંટનારા યુપીના ‘ગુપ્તા બ્રધર્સ’ સકંજામાં, ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી

|

Mar 01, 2022 | 12:19 PM

ઇન્ટરપોલે અતુલ અને રાજેશ ગુપ્તા વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી છે. આ બંને ભાઈઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

સાઉથ આફ્રિકાને લૂંટનારા યુપીના ગુપ્તા બ્રધર્સ સકંજામાં, ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી
Interpol issues red notice to UP's Gupta brothers who fled South Africa

Follow us on

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા અતુલ અને રાજેશ ગુપ્તા (Gupta Brothers)  સામે ઈન્ટરપોલે (Interpol)  સોમવારે રેડ નોટિસ જાહેર કરી હતી. દક્ષિણ આફ્રિકાની સરકારે લગભગ સાત મહિના પહેલા આ માટે વિનંતી કરી હતી. જો કે તેમની પત્ની આરતી અને ચેતાલી ગુપ્તા સામે કોઈ રેડ નોટિસ જાહેર કરવામાં આવી નથી. રેડ નોટિસ ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને ચેતવણી આપે છે કે આ વ્યક્તિ વોન્ટેડ ભાગેડુ છે, પરંતુ તે ધરપકડ વોરંટ સમાન નથી.

આ આરોપીના પ્રત્યાર્પણની કાર્યવાહીને મજબૂત બનાવે છે. અતુલ, રાજેશ અને તેમના મોટા ભાઈ અજય પર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેની તેમની કથિત નિકટતાનો લાભ લઈને સરકારી કોર્પોરેશનોમાં અબજો રેન્ડનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે. ગુપ્તા પરિવાર મૂળ સહારનપુર, ઉત્તર પ્રદેશ, ભારતના છે. તે દક્ષિણ આફ્રિકામાં ઘણી કંપનીઓની કમાન સંભાળે છે.

એવું માનવામાં આવે છે કે તે તેના પરિવારના સભ્યો સાથે દુબઈમાં સ્વ-નિર્વાસનમાં છે. ગુપ્તા પરિવારના કેટલાક સભ્યો ભારતમાં હોવાનું કહેવાય છે. સાઉથ આફ્રિકન નેશનલ પ્રોસિક્યુટીંગ ઓથોરિટી (NPA) ઘણા વર્ષોથી ગુપ્તા બંધુઓને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ન્યાય પ્રધાન રોનાલ્ડ લામોલાએ આ પગલાને “સકારાત્મક” ગણાવ્યું અને કહ્યું કે તેમને આશા છે કે તે ન્યાયને તેના માર્ગ પર ચાલવા દેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લોકલ ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ગુપ્તા બંધુઓના વકીલોએ પુષ્ટિ કરી છે કે તેમની સામે રેડ નોટિસ જાહેર કરવામાં આવી છે, જોકે તેઓએ કહ્યું કે તેઓ આ નોટિસને પડકારશે. મળતી માહિતી મુજબ, ગુપ્તા ભાઈઓના પિતા શિવ કુમાર ગુપ્તા સહારનપુરમાં ટેલ્કમ પાવડરમાં વપરાતા સોપસ્ટન પાઉડરનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા. ત્યારબાદ તેમનો પુત્ર થોડા સમય પછી દિલ્હી આવ્યો અને મસાલાનો ધંધો શરૂ કર્યો. પરંતુ વર્ષ 1993માં તેઓ બિઝનેસમાં નવી તકો શોધવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. જ્યાં તેણે કોમ્પ્યુટર બિઝનેસથી લઈને માઈનિંગ અને મીડિયા સુધી કામ કરવાનું શરૂ કર્યું અને દરેક બાબતમાં તે સફળ રહ્યો.

આ પણ વાંચો –

યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

આ પણ વાંચો –

સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેનના રસ્તાઓ પર જોવા મળ્યો 64 કિલોમીટર લાંબો કાફલો, રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

Next Article