‘હવે સહન નથી થતું’… પતિ અને સાસરિયાઓના ત્રાસથી ન્યુયોર્કમાં ભારતીય મહિલાએ કરી આત્મહત્યા

આત્મહત્યા કરનાર મહિલાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મહિલાએ આત્મહત્યા કરતા પહેલા શૂટ કર્યો હોવાનું કહેવાય છે. જેમાં તેણે તેના પતિ અને સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

હવે સહન નથી થતું... પતિ અને સાસરિયાઓના ત્રાસથી ન્યુયોર્કમાં ભારતીય મહિલાએ કરી આત્મહત્યા
Mandeep Kaur
| Edited By: | Updated on: Aug 07, 2022 | 8:35 AM

ન્યુયોર્કમાં (New York) 30 વર્ષીય ભારતીય મૂળની મહિલાએ (Indian origin woman)કથિત રીતે તેના પતિ અને સાસરિયાઓ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને આત્મહત્યા (SUICIDE) કરી હતી. હૃદયદ્રાવક વીડિયોમાં, મનદીપ કૌર (Mandeep Kaur) નામની એક મહિલાએ તેની આપવીતી વર્ણવાતા કહ્યું કે “તેઓએ મને મરવા માટે મજબૂર કરી છે”. કથિત રીતે તેના મૃત્યુ પહેલા રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં મનદીપે કહ્યું, “મારા મૃત્યુ માટે જવાબદાર લોકો મારા પતિ અને મારા સાસરિયાં છે. તેઓએ મને જીવવા ન દીધી. છેલ્લા 8 વર્ષથી તે હંમેશા મને મારતો હતો.’

મનદીપ પોતાના વિડિયોમાં કહી રહી છે કે, “મેં છેલ્લા 8 વર્ષથી મારા પતિનો ત્રાસ સહન કર્યો છે કે તે એક દિવસ સુધરી જશે પરંતુ એવું ના થયું. તેણે છેલ્લા 8 વર્ષથી મારી સાથે મારપીટ કરતો હતો. મેં બધો પ્રયત્ન કર્યો. મારી સાથે દરરોજ દુર્વ્યવહાર થાય છે. હું હવે ત્રાસ સહન કરી શકતી નથી.”

મનદીપે તેના પતિ પર બેવફાઈનો આરોપ પણ લગાવ્યો છે. મનદીપે વીડિયોમાં કહ્યું, “મેં તેને અવગણ્યું અને અહીં (ન્યૂયોર્ક) આવી. પરંતુ અહીં તેણે મને મારવાનું શરૂ કર્યું, પછી ભલે તે નશામાં હતો કે નહીં. તેઓએ તેમનું અફેર ચાલુ રાખ્યું.”

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં મનદીપના પરિવારજનોએ પણ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મનદીપે આરોપ લગાવ્યો કે તેના પતિએ તેનું અપહરણ કર્યું અને ત્રણ દિવસ સુધી મારપીટ કરી. જે બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. મનદીપે દાવો કર્યો હતો કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેનો પતિ તેની પાસે આવ્યો અને ફરિયાદ પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. ફરિયાદ પાછી ખેંચવાની વાત કરતાં મનદીપે કહ્યું હતું કે, મેં લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મારા સાસરિયાઓએ તેમ થવા દીધું ન હતું.

કથિત રીતે તેના મૃત્યુ પહેલા શૂટ કરાયેલા એક વીડિયોમાં, મનદીપે કહ્યું, “તે ભગવાનને જવાબદાર રહેશે અને કર્મ તેને જોશે. તેણે મને મરવા માટે મજબૂર કરી છે. મને મારા બાળકોને છોડીને દુનિયા છોડવા માટે મજબૂર કરવામાં આવી છે.”

મનદીપની આત્મહત્યા બાદ ભારતીય મૂળની મહિલાને ન્યાય મળે તે માટે ઈન્ટરનેટ પર ‘કૌર મૂવમેન્ટ’ પણ શરૂ કરવામાં આવી હતી. કૌરને ચાર અને છ વર્ષની બે દીકરીઓ છે.