કોણ છે 20 વર્ષીય વરુણ મનીષ છેડા, જેની અમેરિકન યુનિવર્સિટીની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી

|

Oct 06, 2022 | 3:18 PM

ઈન્ડિયાના સ્ટેટ પોલીસે (police) જણાવ્યું કે ઈન્ડિયાના સ્ટેટના રહેવાસી વરુણ મનીષ છેડા પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસના પશ્ચિમ છેડે મેચિયોન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

કોણ છે 20 વર્ષીય વરુણ મનીષ છેડા, જેની અમેરિકન યુનિવર્સિટીની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી
અમેરિકન યુનિવર્સિટીમાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા
Image Credit source: Twitter

Follow us on

અમેરિકાના (America)ઈન્ડિયાના રાજ્યમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં 20 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીની (Indian student)હત્યા (murder)કરવામાં આવી હતી અને તેની સાથે રહેતા કોરિયન વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સંબંધમાં જણાવ્યું છે કે ઈન્ડિયાના સ્ટેટના રહેવાસી વરુણ મનીષ છેડા પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસના પશ્ચિમ છેડે સ્થિત મેચિયોન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બુધવારે, યુનિવર્સિટીના વિદ્યાર્થીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, એનબીસી ન્યૂઝે પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વેટેને ટાંકીને જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

વરુણ પરડ્યુ યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. માહિતી અનુસાર, મનીષ છેડાએ 2020માં ઇન્ડિયાનાની પાર્ક ટ્યુડર સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તે નેશનલ મેરિટ સ્કોલરશીપ પ્રોગ્રામનો સેમીફાઈનલ પણ રહી ચૂક્યો છે. ફેસબુક પર તેની સ્કૂલ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તે 2020માં યુએસ પ્રેસિડેન્શિયલ સ્કોલર્સ પ્રોગ્રામ માટે ઉમેદવાર પણ છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હત્યાની આશંકા

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરી રહેલા કોરિયન સ્ટુડન્ટ જી મીન જિમ્મી શાએ મંગળવારે બપોરે 12.45 કલાકે 911 સર્વિસ પર ફોન કર્યો અને પોલીસને વરુણના મૃત્યુની જાણકારી આપી. જોકે, તેણે કોલ વિશે વધારાની વિગતો આપી ન હતી. સત્તાવાળાઓએ જણાવ્યું કે આ ઘટના મેચેઓન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વરુણનું મૃત્યુ બહુવિધ જીવલેણ ઇજાઓથી થયું હતું અને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

મિત્રોના કોલ પર ચીસોનો અવાજ આવ્યો

ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર, પોલીસ ચીફ વેટેએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે હુમલો ઉશ્કેરણી વગર થયો હતો. વરુણના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે મંગળવારે રાત્રે વરુણ તેના મિત્રો સાથે ઓનલાઈન ચેટ કરી રહ્યો હતો અને ગેમ્સ રમી રહ્યો હતો ત્યારે તેણે કોલ પર અચાનક ચીસો સાંભળી. અરુણાભે જણાવ્યું કે તે રાત્રે તે મિત્રો સાથે રમી રહ્યો ન હતો, પરંતુ બાકીના મિત્રોએ તેને કહ્યું કે તેઓએ હુમલાનો અવાજ સાંભળ્યો પરંતુ ત્યાં શું થયું તે સમજી શક્યા નહીં અને બુધવારે સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમને વરુણ મૃત હાલતમાં મળ્યો.

મિત્રની ધરપકડ કરવામાં આવી હતી

વેટેએ જણાવ્યું હતું કે 911 સેવા પર કોલ આવ્યા બાદ 22 વર્ષીય શાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વરુણની હત્યા પરડ્યુ યુનિવર્સિટીના કેમ્પસમાં આઠ વર્ષથી વધુ સમય બાદ થયેલી પ્રથમ હત્યા છે. યુનિવર્સિટીના પ્રમુખ મિચ ડેનિયલ્સે કહ્યું કે વરુણનું મૃત્યુ યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટના છે, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. “અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે,” તેમણે કહ્યું.

 

Next Article