ચીન પૂર્વ લદ્દાખમાં (Ladakh) પેંગોંગ તળાવ (Pangong Lake) પર પુલ બનાવી રહ્યું છે. આ મામલે ચીનનું કહેવું છે કે તે તેની પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. આ પહેલા ગુરુવારે ભારતે કહ્યું હતું કે ચીન(China) જ્યાં પેંગોંગ લેક પર પુલ બનાવી રહ્યું છે તે વિસ્તાર છેલ્લા 60 વર્ષથી ચીનના ગેરકાયદેસર નિયંત્રણ હેઠળ છે અને ભારત આવી પ્રવૃત્તિ ક્યારેય સ્વીકારી નથી. તે જ સમયે ભારત ચીનની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “પૈંગોંગ તળાવ પર ચીન દ્વારા પુલ બનાવવાના સમાચારને ધ્યાનમાં રાખીને સરકાર ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે.” જે વિસ્તાર છેલ્લા 60 વર્ષથી ચીનના ગેરકાયદેસર નિયંત્રણ હેઠળ છે. જેમ તમે બધા જાણો છો ભારતે ક્યારેય આ ગેરકાયદે નિયંત્રણ સ્વીકાર્યું નથી.
બાગચીએ કહ્યું કે ભારત તેના સુરક્ષા હિતોની સંપૂર્ણ સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે. બાગચીની ટિપ્પણી અંગેના પ્રશ્નોના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને શુક્રવારે પત્રકારોને પેંગોંગ સો પુલનો સીધો ઉલ્લેખ કર્યા વિના કહ્યું, “મને ખબર નથી કે તમે શું કહ્યું.” ખુરનાક વિસ્તારમાં પુલના નિર્માણની સેટેલાઈટ તસવીરો સોમવારે સામે આવી છે. ત્યારથી ચીનની આ કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે.
સાથે જ વાંગે કહ્યું છે કે ‘હું જણાવવા માંગુ છું કે ચીન દ્વારા તેની સરહદમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે તેની સાર્વભૌમત્વ હેઠળ છે અને તેનો ધ્યેય ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વની રક્ષા કરવાનો છે અને ચીનમાં શાંતિ અને સ્થિરતા જાળવવી પડશે.
ભારત-ચીન સરહદ પર આ કિસ્સામાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે તળાવ પર બની રહેલા પુલથી ખુરનાક અને દક્ષિણ કિનારા વચ્ચેનું 180 કિલોમીટરનું અંતર સમાપ્ત થશે. એટલે કે ખુરનાકથી રૂડોક સુધીનો રૂટ અગાઉના 200 કિલોમીટરની સરખામણીમાં હવે માત્ર 40-50 કિલોમીટરનો રહેશે.
આ પણ વાંચો : Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર
આ પણ વાંચો : Child Care: શિયાળા દરમિયાન બાળકને શરદીથી રાહત અપાવવા માટે કરો આ 5 ઘરગથ્થુ ઉપચાર