Canada : જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યા સાથે ભારતના “સંભવિત” જોડાણના આરોપમાં કેનેડાએ ભારતીય અધિકારીને હાંકી કાઢ્યાના કલાકો પછી, ભારતે મંગળવારે કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાની જાહેરાત કરી.વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા અને વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય અમારી આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓ દ્વારા હસ્તક્ષેપ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી” પર ભારતની વધતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે.સંબંધિત રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડવા માટે સૂચના આપવામાં આવી છે, તેણે એક નિવેદનમાં જણાવ્યું હતુ.
આ પણ વાંચો : PHOTOS : Pakistanમાં ચાલે છે આ અજીબોગરીબ બાઇક, લોકોએ કહ્યુ સસ્તો ‘જુગાડ’
અગાઉ, ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પાયાવિહોણા” તરીકે નકારી કાઢ્યા હતા કે ભારત સરકારના એજન્ટો ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “સંભવિત” સામેલ હતા.ટ્રુડોએ સંસદમાં આ સંબંધમાં આક્ષેપો કર્યા પછી, કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જાહેરાત કરી કે “એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારી” ને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારા બહાર 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ કેનેડિયન નાગરિક નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી .ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ જૂનમાં નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચે સંભવિત જોડાણના મજબૂત આરોપો”ની સક્રિયપણે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાન જ નહીં કેનેડા પણ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરો માટે સુરક્ષિત સ્થાન, આ કુખ્યાન ગેંગસ્ટરે લીધો આશ્રય
વિદેશ મંત્રાલયે ભારત પર લગાવવામાં આવેલા આરોપો પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારતના સંડોવણીના આરોપો “વાહિયાત” અને “પાયાવિહોણા” છે.
આ પણ વાંચો : New York News: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને ન્યૂયોર્કમાં છેલ્લી ક્ષણે બોલતા અટકાવાઈ, આ છે કારણ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:00 pm, Tue, 19 September 23