India population Report: ચીન નહીં હવે ભારત છે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

|

Apr 19, 2023 | 3:50 PM

બુધવારે જાહેર કરાયેલ યુએનના આંકડા અનુસાર ભારત વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે ચીનને પાછળ છોડી દીધું છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારત કરતા વધુ સારું છે.

India population Report: ચીન નહીં હવે ભારત છે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

Follow us on

India Vs China Population 2023: ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે જનસંખ્યાના મામલે ચીનને પાછળ છોડી દીધાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના આંકડાઓ અનુસાર, ભારતની વસ્તી હાલમાં ચીન કરતા 2.9 મિલિયન વધુ છે. જોકે, એ સ્પષ્ટ નથી કે વસ્તીના મામલે ભારત ચીનને ક્યારે પાછળ છોડ્યું. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર વિશ્વની વસ્તી હવે 8 અબજને વટાવી ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ ભારતની વસ્તી હવે 1 અરબ 42 કરોડ 86 લાખ છે તો ચીનની વસ્તી હવે 1 અરબ 42 કરોડ 57 લાખ છે. બંન્ને દેશોની આબાદીમાં 29 લાખનું અંતર જોવા મળી રહ્યું છે. 1950થી યુનાઇટેડ નેશન્સ વસ્તીના આંકડા રાખે છે અને તે પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત વસ્તીના સંદર્ભમાં ચીનને પાછળ છોડી ગયું છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના મીડિયા એડવાઈઝર અન્ના જેફરીઝે કહ્યું, ‘હા, એ સ્પષ્ટ નથી કે ભારતે ચીનને ક્યારે પાછળ છોડી દીધું છે. બંને દેશો વચ્ચે સીધી સરખામણી કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં થોડો તફાવત છે.

આ પણ વાંચો : ચીન વિશ્વના 53 દેશમાં ચલાવે છે 100થી વધુ ગુપ્ત પોલીસ સ્ટેશન, જાણો કેવી રીતે કરે છે કામ, શો છે તેનો હેતુ

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ચીનની વસ્તી ઘટવા લાગી, ભારતમાં વસ્તી વધવા લાગી

તેમણે કહ્યું કે, આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીનું સ્તર ટોચ પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. ભારતની વસ્તી હાલમાં વધારાની દિશામાં છે. જો કે, 1980 થી ભારતની વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. મતલબ કે ભારતની વસ્તી વધી રહી છે, પરંતુ તેનો દર હવે પહેલાની સરખામણીએ ઘટ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતની 25 ટકા વસ્તી 0 થી 14 વર્ષની વચ્ચે છે. આ સિવાય 18 ટકા લોકો 10 થી 19 વર્ષની વયજૂથના છે.

ચીન ભારતીયો કરતાં લાંબુ જીવે છે

10 થી 24 વર્ષની વય જૂથના લોકોની સંખ્યા 26 ટકાની નજીક છે. દેશની 68 ટકા વસ્તી 15 થી 64 વર્ષની વયજૂથની છે. અને 7 ટકા લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. ચીનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 14 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારત કરતા વધુ સારું છે. ચીનમાં મહિલાઓનું આયુષ્ય 82 વર્ષ અને પુરુષોનું આયુષ્ય 76 વર્ષ છે. આ સિવાય ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 74 વર્ષ છે જ્યારે પુરુષોની ઉંમર માત્ર 71 વર્ષ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                  આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:25 pm, Wed, 19 April 23

Next Article