India China Clash: પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું ચીન, નવા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને બતાવ્યો ચીનનો ભાગ

|

Aug 29, 2023 | 9:43 AM

ભારતમાં આવતા મહિને યોજાનારી G20 સમિટ પહેલા ચીને ફરી એકવાર પોતાનો રંગ બતાવ્યો છે. સોમવારે ચીને પોતાનો સત્તાવાર નકશો જાહેર કરીને વિવાદ શરૂ કરી દીધો છે.

India China Clash: પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું ચીન, નવા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને બતાવ્યો ચીનનો ભાગ
Image Credit source: Google

Follow us on

India China Clash: ગ્લોબલ ટાઈમ્સે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચીનના સત્તાવાર નકશાની 2023ની આવૃત્તિ સોમવારે બહાર પાડવામાં આવી છે. તે પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા હોસ્ટ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ મેપ સર્વિસની વેબસાઇટ પર લૉન્ચ કરવામાં આવી છે. આ નકશો ચીન અને વિશ્વની રાષ્ટ્રીય સીમાઓની ડ્રોઈંગ પધ્ધતીના આધારે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: US Elections: ચીનથી આઝાદી, અમેરિકાની ચૂંટણીમાં ભારતનો દબદબો? ઉમેદવારો કરી રહ્યા છે આવા દાવા

ભારતમાં આવતા મહિને યોજાનારી G20 સમિટ પહેલા ચીને ફરી એકવાર પોતાનો રંગ બતાવ્યો છે. સોમવારે ચીને પોતાનો સત્તાવાર નકશો જાહેર કરીને વિવાદ શરૂ કરી દીધો છે. કારણ કે, આ નકશામાં ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગર પરના તેના દાવા સહિત વિવાદિત વિસ્તારોનો સમાવેશ કર્યો છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

અધિકૃત ગ્લોબલ ટાઈમ્સે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચીનના સત્તાવાર નકશાની 2023ની આવૃત્તિ સોમવારે બહાર પાડવામાં આવી છે. તે પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા હોસ્ટ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ મેપ સર્વિસની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી છે. આ નકશો ચીન અને દૂનિયાની રાષ્ટ્રીય સીમાઓની ડ્રોઈંગ પધ્ધતીના આધારે બનાવવામાં આવ્યો છે.

ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો

ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ નકશો અરુણાચલ પ્રદેશમાં ચીનનો હિસ્સો દર્શાવે છે, જેનો ચીન દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે, અને અક્સાઈ ચીન, જે 1962ના યુદ્ધમાં કબજે કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.

તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારોને પોતાનામાં દર્શાવ્યા

નકશામાં તાઈવાનના અલગ ટાપુ પર ચીનના દાવા અને દક્ષિણ ચીન સાગરના મોટા ભાગનો દાવો કરતી નાઈન-ડેશ લાઇનનો પણ સમાવેશ થાય છે. ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ હોવાનો દાવો કરે છે અને મુખ્ય ભૂમિ સાથે તેનું એકીકરણ એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઉદ્દેશ્યનો એક ભાગ છે. ત્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાન પણ દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારોને પોતાનામાં દર્શાવ્યા છે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો