ઘણી વખત લોકો સાર્વજનિક સ્થળોએ માત્ર તેમની સુવીધાઓનું ધ્યાન રાખીને કંઈક એવું કરે છે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ત્યારે હાલમાં જ જર્મનીથી લંડન ફ્લાઈટમાં જઈ રહેલી એક મહિલાએ આમ જ કર્યુ હતુ. મળતી માહિતી મુજબ 27 વર્ષની આ મહિલા લેહ વિલિયમ્સે ફ્લાઈટની અંદર આવ્યા બાદ તેણે ફ્લાઈટમાંથી મગફળીના તમામ પેકેટ ખરીદી લીધા હતા. આ પેકેટોની કુલ કિંમત 15000 રૂપિયા હતી. જે તમામે તમામ પેકેટ કોઈ બીજુ તેની સામે ન ખાય તેની માટે તેણે જાતે જ બધા પેકેટ ખરીદી લીધા હતા. ત્યારે આવુ તેણીએ કેમ કર્યુ તમને પણ આશ્ચર્ય થયુ ને ?
આશ્ચર્યજનક વાત એ છે કે મહિલાએ અચાનક 15 હજાર રૂપિયાની મગફળી ખરીદી. તેનાથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે આ મગફળી તેણે ખાવા માટે નહોતી ખરીદી, પણ એટલા માટે ખરીદી કે અન્ય કોઈ ખરીદી ન શકે. તેની આસપાસ કોઈ પણ મગફળી ખરીદે તેનાથી તેને સમસ્યા હતી.
ખરેખર, લેહને એનાફિલેક્ટિક શોકની સમસ્યા છે, આ એક ગંભીર એલર્જીક પ્રતિક્રિયા છે જે જીવલેણ બની શકે છે. આ એલર્જી એવી છે કે લેહની આસપાસ મગફળીનું પેકેટ પણ તેના માટે જોખમી બની શકે છે.
સામાન્ય રીતે જ્યારે લેહ પ્લેનમાં જાય છે, ત્યારે તે ક્રૂને તેની બિમારી વિશે કહે છે જેથી ત્યાં કોઈ મગફળી ન ખાય. પરંતુ તે વખતે ક્રૂએ તેમ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તે એરલાઇનની નીતિની વિરુદ્ધ છે. લેઇએ બિઝનેસ ઇનસાઇડરને કહ્યું કે ક્રૂએ તેણીની વાત સાંભળી ન હતી અને પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યા ન હતા.
લેઆએ કહ્યું કે અંતે તે ફસ્ટ્રેટ થઈ ગઈ હતી અને તેની પાસે બીજો કોઈ રસ્તો ન હોય તો તે શું કરતી? આથી તેણે પ્લેનમાં કોઈ બીજા તે મગફળી ખરીદી ના શકે તે માટે તેણે તમામ મગફળી (48 પેકેટ) પોતાના ખર્ચે $185 (₹15,000) ખરીદી લીધા હતા. કારણ કે તે ઈચ્છતી ન હતી કે કોઈ તે પેકેટ્સ ખરીદે અને તેની સામે ખોલે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો