કોરોના-લોકડાઉન મામલે ચીનમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા, જિનપિંગ સરકારે ચોથી જાગીરને આપી આ મોટી ચેતવણી

|

Nov 29, 2022 | 4:35 PM

ચીનમાં કોરોનાએ (corona)ફરી માથું ઉંચક્યું છે. ત્યારે ફરી કોરોનાને લઇને ચીનમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સરકારે ચીનના ઘણા મોટા શહેરોમાં લોકડાઉન લાગું કર્યું છે. અને, ફરી શહેરીજનો ઘરમાં પુરાઇ રહેવા મજબુર બન્યા છે.

કોરોના-લોકડાઉન મામલે ચીનમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા, જિનપિંગ સરકારે ચોથી જાગીરને આપી આ મોટી ચેતવણી
ચીન સરકારની પત્રકારોને ચેતવણી (ફાઇલ)

Follow us on

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોએ ચાલી રહ્યાંં છે. હવે ચીનને પ્રદર્શનો મામલે પત્રકારો સામે લાલ આંખ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પત્રકારોએ કામ સિવાયની પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને એક પત્રકાર પરિષદમાં આમ કહીને પત્રકારોને ચેતવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક વિદેશી મીડિયા જૂથના પત્રકારને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો. અને, પત્રકારને કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યો હતો. ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકો સરકાર સામે પડયા છે. લોકોની માંગણી છે કે લોકડાઉનના નિયંત્રણો પાછા ખેંચવામાં આવે. પરંતુ સરકારે પ્રતિબંધો હટાવવાના કોઈ સંકેત આપ્યા નથી.

લગભગ ચાર ડઝન વિરોધીઓ મધ્ય બેઇજિંગમાં કોવિડ-19 નીતિઓને કારણે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. પોલીસે દેખાવકારોના જૂથોને અલગ કરવા માટે વિસ્તારને ઘેરી લીધો હતો. નિયમો અનુસાર, એક જગ્યાએ 12 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. પોલીસે પ્રદર્શનકારીઓના ઓળખ પત્રો તપાસ્યા. જોકે કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ચીનમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. દેશમાં ફરી કોરોનાના કેસોનો આંકડો 40 હજારને વટાવી ગયો છે. ત્યારે, એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં લોકડાઉનને લઇને લોકોમાં નિરાશા વ્યાપી છે. અને લોકોને વેન્ટિલેટર લેવાની ફરજ પડી છે. અને,વેન્ટીલેટરની ખરીદી અને ઓક્સિજન મશીન ખરીદવાને લઇને લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સાથે વહીવટીતંત્ર પણ કોવિડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થયું છે.

ચીનમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યારે ફરી કોરોનાને લઇને ચીનમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સરકારે ચીનના ઘણા મોટા શહેરોમાં લોકડાઉન લાગું કર્યું છે. અને, ફરી શહેરીજનો ઘરમાં પુરાઇ રહેવા મજબુર બન્યા છે. આ સાથે શહેરના અનેક જાહેર સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને લોકોએ સરકાર સામે અવાજ પણ ઉઠાવ્યો છે.

દરમિયાન, મીડિયા અહેવાલોએ ચીનની એક નાણાકીય પેઢીને ટાંકીને દાવો કર્યો છે કે જો ચીનની સરકાર તેની શૂન્ય-કોવિડ નીતિ હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવે છે, તો ચીનમાં 12 મિલિયન ઘરોમાં લોકોને વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જરૂર પડશે. આવી પરિસ્થિતિઓ ત્યાં પહેલેથી જ દેખાઈ રહી છે. લોકો ત્યાં વેન્ટિલેટર અને ઓક્સિજન મશીન ખરીદવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

Next Article