બાંગ્લાદેશની (Bangladesh) રાજધાની ઢાકામાં ગુરુવારે હોળીના અવસર પર ઓછામાં ઓછા 150 ઉગ્રવાદીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર અહીંના ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો (Attack on ISKCON Temple) થયો છે. દેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા વોઈસ ઓફ બાંગ્લાદેશી હિન્દુએ (Hindus in Bangladesh) હુમલા બાદ કેટલીક તસવીરો શેર કરી છે. તેમજ મદદ માટે અપીલ કરી હતી. વોઈસ ઓફ બાંગ્લાદેશે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘શબ-એ-બરાતની રાત્રે ઉગ્રવાદીઓ ફરી એકવાર ઢાકાના વારી રાધાકાંતા ઈસ્કોન મંદિર પર હુમલો કરી રહ્યા છે.
અમે તમામ હિંદુઓને મંદિરની રક્ષામાં પોતાનો ભાગ ભજવવાની અપીલ કરીએ છીએ. આ ટ્વિટર હેન્ડલ પર હુમલા સાથે જોડાયેલી તસવીરો પણ શેર કરવામાં આવી છે. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે, જ્યારે ઉગ્રવાદી જૂથ ઢાકામાં ઈસ્કોન મંદિર પર હુમલો કરી રહ્યું હતું ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
We’re receiving reports that an @iskcon temple in Dhaka, Bangladesh has been attacked by a mob of 150 people, with 3 people injured. Will update with more info as we get it. @StateDept @USCIRF https://t.co/x4jfIahGGt
— Hindu American Foundation (@HinduAmerican) March 17, 2022
આ કિસ્સામાં, હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા સત્તાવાર વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હાજી સફીઉલ્લાહના નેતૃત્વમાં 150 લોકોએ ઢાકાના વારી પોલીસ સ્ટેશનમાં 22 લાલમોહન સાહા સ્ટ્રીટ સ્થિત ઇસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના 17 માર્ચની રાત્રે 8 વાગ્યે બની હતી. HAF વતી કહેવામાં આવ્યું છે કે, ‘તેઓએ મંદિર, મૂર્તિમાં તોડફોડ કરી અને પૈસા અને અન્ય કિંમતી સામાન લૂંટી લીધો. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ હિન્દુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક ટ્વિટમાં કહ્યું છે કે, મંદિર પર 150 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. દિપાલી કુલકર્ણીએ, હ્યુમન રાઈટ્સ, એચએએફના ડાયરેક્ટર, જણાવ્યું હતું કે, “એક અઠવાડિયા પહેલા, સમગ્ર વિશ્વએ બાંગ્લાદેશમાં બંગાળી હિંદુ નરસંહાર દરમિયાન માર્યા ગયેલા, વિસ્થાપિત અને બળાત્કારનો ભોગ બનેલા લોકોની 51મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. પરંતુ ઉગ્રવાદીઓ આપણને યાદ અપાવી રહ્યા છે કે હત્યાકાંડની અસર આજે પણ છે.
આ પણ વાંચો: GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ