Pakistan: ઈમરાન મિયા ચારેબાજુએથી મુકાયા છે ભીંસમાં, ટંગડી ઉંચી રાખવા આપ્યુ નિવેદન કે હું કોઈનાં દબાણમાં નથી

|

Jan 12, 2022 | 11:44 AM

પાકિસ્તાન સરકાર અને સેના વચ્ચે અણબનાવના અહેવાલોને નકારી કાઢતા ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષનો આરોપ ખતમ થઈ ગયો છે.આ સાથે જ જણાવ્યું કે સૈન્ય સાથેના સંબંધો પણ સારા છે.

Pakistan: ઈમરાન મિયા ચારેબાજુએથી મુકાયા છે ભીંસમાં, ટંગડી ઉંચી રાખવા આપ્યુ નિવેદન કે હું કોઈનાં દબાણમાં નથી
Imran Khan (File Photo)

Follow us on

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan)ફરી એકવાર કહ્યું કે દેશની સેના (Pakistan Army) સાથે તેમની સરકારના સંબંધોમાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે સરકાર અને સેના વચ્ચે અણબનાવનો વિપક્ષનો આરોપ ખતમ થઈ ગયો છે. મંગળવારે સ્થાનિક મીડિયામાં આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાને સોમવારે સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (Pakistan Tehreek-e-Insaf) પ્રવક્તાની બેઠકમાં જણાવ્યું હતું કે “આ દિવસોમાં સેના અને વહીવટીતંત્ર વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ છે”.

ઇમરાને કહ્યું હતું કે તેમની સરકાર અને સેના વચ્ચેનો સંબંધ “અસાધારણ” હતો અને તેમની વચ્ચે ખટાશનો વિપક્ષનો આરોપ સમાપ્ત થઈ ગયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વડા પ્રધાન ખાને ગયા અઠવાડિયે એક પત્રકાર સાથેની બેઠકમાં સમાન વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ખાનને તેમની સરકારને હટાવવા માટે સેના અને વિપક્ષ પીએમએલ-એન વચ્ચે સંભવિત સમજૂતીના અહેવાલો અને કોઈપણ જોખમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે એક ખાનગી વ્યક્તિ છે અને કોઈ પણ પ્રકારનું દબાણ નથી.

કાર્યકાળ પૂર્ણ થવાની અપેક્ષા છે

તેમણે કહ્યું કે તેમને સરકારના સહયોગી પક્ષોનો સહકાર મળી રહ્યો છે અને સરકાર તેની વર્તમાન પાંચ વર્ષની મુદત પૂરી કરશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વિભાજન પછી પાકિસ્તાનમાં માત્ર સેના ચાલે છે. સરકારો સેનાની સંમતિથી જ આવે છે. આ સિવાય પાકિસ્તાનની સેના સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલા નિર્ણયો પણ લે છે. હકીકતમાં, ભૂતકાળમાં, એવા સમાચાર હતા કે નવા ISIના વડાની નિમણૂકને લઈને શરૂ થયેલા વિવાદને કારણે, સેના અને પાકિસ્તાનની સરકાર વચ્ચે અણબનાવ થયો છે અને સેના ઈમરાન ખાનની સરકારને દૂર કરવા માંગે છે. .

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ઈમરાન ખાનના સહયોગીએ પણ મુરીમાં હાથ ધરાયેલા બચાવ અભિયાન માટે સેનાની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના રાવલપિંડીના આ હિલ સ્ટેશનમાં લોકો બરફવર્ષામાં ફસાયા હતા. જેના કારણે ઓક્સિજન, પાણી અને ખોરાકના અભાવે તે પોતાના વાહનોની અંદર જ મૃત્યુ પામ્યા છે. જે બાદ સેનાએ બાકીના ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઈમરાન ખાને આ ઘટના વિશે કહ્યું કે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં અહીં સુવિધાઓ વધારવાની અને નવી હોટેલો ખોલવાની જરૂર છે.

આ પણ વાંચો : Lockdown In China : ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આ શહેરમાં લાગ્યું લોકડાઉન

આ પણ વાંચો : India-China border Talks: ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની થશે સૈન્ય વાટાઘાટો, બંને દેશોને સાર્થક વાતચીતની આશા

Next Article