કંગાળ છે Pakistan પણ કરોડપતિ છે ઈમરાન ખાન, 600 એકરની જમીન સહિત આ સંપત્તિના માલિક છે પૂર્વ PM

|

May 10, 2023 | 5:56 PM

Pakistan Former PM Imran Khan: પાકિસ્તાનમાં મોંઘવારી તેની ચરસ સીમા એ છે અને પાકિસ્તાનની રુપિયામાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો છે. મોટી કંપનીઓ બંધ થઈ રહી છે અને પાકિસ્તાન છોડીને જઈ રહી છે. પાકિસ્તાનની આ કંગાળ હાલત વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની નેટવર્થ જાણીને તમે પણ ચોંકી જશો.

કંગાળ છે Pakistan પણ કરોડપતિ છે ઈમરાન ખાન, 600 એકરની જમીન સહિત આ સંપત્તિના માલિક છે પૂર્વ PM
Imran Khan Net Worth

Follow us on

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ભલે રાજકીય અને રમત-ગમત ક્ષેત્રે લોકપ્રિય હોય તો બીજી તરફ તેઓ તેમના અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને એક પછી એક ત્રણ લગ્ન કરીને તે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા અને લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં ઈમરાન ખાનની ધરપકડને કારણે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાન હાલમાં કંગાળ છે પણ તેના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કરોડપતિ છે. ચાલો જાણીએ ઈમરાન ખાનની નેટવર્થ વિશે.

પાકિસ્તાનમાં મોંઘવારી તેની ચરસ સીમા એ છે અને પાકિસ્તાનની રુપિયામાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો છે. મોટી કંપનીઓ બંધ થઈ રહી છે અને પાકિસ્તાન છોડીને જઈ રહી છે. પાકિસ્તાનની આ કંગાળ હાલત વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની નેટવર્થ જાણીને તમે પણ ચોંકી જશો.

600 એકર જમીનના માલિક છે ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કરોડપતિ છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર, તેની પાસે લગભગ 600 એકર જમીન છે. ઈમરાન ખાન પૂર્વ ક્રિકેટર અને રાજનેતા હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. 16 માર્ચ, 2023 સુધી ઈમરાન ખાન પાસે 410 કરોડની નેટવર્થ હતી. ઈમરાન ખાન એક કુશળ બિઝનેસ મેન અને ઈનવેસ્ટર પણ છે. ઈમરાન ખાન પાસે ઘણી એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર જમીનો છે જે 600 એકરમાં ફેલાયેલી છે. તેના બેંક ખાતાઓમાં કરોડો રુપિયાની રકમ છે.

23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા

જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, ઈમરાન ખાનના બેંક એકાઉન્ટમાં લગભગ 6 કરોડની રકમ બતાવવામાં આવી હતી. ઈમરાન ખાન પાસે એક ચોપર પણ છે. ઈમરાન ખાનના નામ પર કોઈ ગાડી રજીસ્ટ્રડ થઈ નથી. વિદેશી એકાઉન્ટમાં ઈમરાન ખાન પાસે 3 લાખ ડોલરથી વધારેની રકમ છે. ઈસ્લામાબાદમાં ઈમરાન ખાન પાસે એક વિલા પણ છે. આ વિલા 1.81 લાખ સ્કાયર યાર્ડ્સમાં ફેલાયેલું છે.

ગઈકાલે થઈ હતી ઈમરાન ખાનની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મંગળવારને રોજ ઈમરાન ખાનની ભષ્ટાચારના આરોપમાં પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી હતી.

પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાનની ‘અલકાદિર ટ્રસ્ટ કેસ’માં ધરપકડ કરવામાં આવી હતી. પીટીઆઈ નેતા ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકો નારાજ થઈ ગયા હતા. પીટીઆઈએ ઈમરાનની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article