‘ઈમરાન અને પત્ની બુશરા બીબીએ લીધી છ અબજ રૂપિયાની લાંચ’, મરિયમ નવાઝનો મોટો આરોપ

|

Mar 26, 2022 | 8:56 PM

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે લાહોરના મોડલ ટાઉનમાં પોતાની પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા આ આરોપો લગાવ્યા હતા.

ઈમરાન અને પત્ની બુશરા બીબીએ લીધી છ અબજ રૂપિયાની લાંચ, મરિયમ નવાઝનો મોટો આરોપ
Bushra Bibi and Imran Khan

Follow us on

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) આ દિવસોમાં એક પછી એક મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ઇમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ચૂક્યા છે ત્યારે હવે તેમના પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવને કારણે તેમની ખુરશી પહેલેથી જ જોખમમાં છે. બીજી તરફ લાંચ લેવાનો આરોપ તેમની રાજકીય કારકિર્દી પર મોટો ડાઘ લગાવી શકે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે ઈમરાન પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. મરિયમ નવાઝે શનિવારે વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી પર છ અબજ પાકિસ્તાની રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો અને તેને “સૌથી મોટું કૌભાંડ” ગણાવ્યું હતું.

પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રીએ લાહોરના મોડલ ટાઉનમાં પોતાની પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ આરોપો લગાવ્યા હતા. તે જ સમયે, ગૃહ પ્રધાન શેખ રાશિદે કહ્યું છે કે વડાપ્રધાન ઇમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર નેશનલ એસેમ્બલીમાં મતદાન 3 અથવા 4 એપ્રિલે થવાની સંભાવના છે.

મરિયમ નવાઝે શું કહ્યું?

મરિયમે કહ્યું, “હું ફરાહ (બુશરા બીબીની મિત્ર)નું નામ લઈ રહી છું જે ટ્રાન્સફર અને એપોઈન્ટમેન્ટમાં લાખો રૂપિયા મેળવવામાં સામેલ છે અને આ કેસ સીધો બનીગાલા (વડાપ્રધાન ખાનના નિવાસસ્થાન) સાથે સંબંધિત છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની આગેવાની હેઠળની સરકારને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા હટાવવામાં આવ્યા બાદ ભ્રષ્ટાચારના વધુ કિસ્સાઓ સામે આવશે. શનિવારે મરિયમે લાહોરથી ઈસ્લામાબાદ સુધી પોતાની પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી માર્ચનું નેતૃત્વ કર્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈમરાન પર આકરા પ્રહારો કરતા મરિયમે કહ્યું કે, “ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારમાં ટ્રાન્સફર અને નિમણૂંકો માટે આ છ અબજ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ છે અને તે સીધું બનિગાલા સાથે સંબંધિત છે.” પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમે કહ્યું, “આગામી દિવસોમાં ચોંકાવનારા પુરાવા બહાર આવશે. ઈમરાન ખાનને એવો ડર છે કે સત્તામાંથી બહાર થતાં જ તેમની ‘ચોરી’ પકડાઈ જશે.

તેમણે વડાપ્રધાનને વિનંતી કરી કે તેઓ સત્તામાં રહેવા માટે સમય માંગવાને બદલે થોડું આત્મસમ્માન બતાવે અને રાજીનામું આપે. ઇમરાનની ત્રીજી પત્ની, બુશરા બીબી, જેને બુશરા રિયાઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર નિશાન સાધતા મરિયમે કહ્યું કે, અમે જાણીએ છીએ કે ઇમરાનની સરકારને બચાવવા માટે બનિગાલામાં જાદુટોના ચાલી રહ્યા છે, પરંતુ આનાથી કોઈ મદદ થશે નહીં.

આ પણ વાંચો :  America George Floyd મર્ડર કેસમાં પ્રદર્શનકારીઓને મળશે 14 મિલિયન વળતર, પોલીસે કર્યો હતો બળનો પ્રયોગ

Next Article