Longest serving Pakistan Prime Minister
Image Credit source: News9live
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ખુરશી ખતરામાં છે. બુધવારના રોજ દેશને સંબોધન કર્યા બાદ ઈમરાન ખાન રાજીનામું આપશે તેવી ચર્ચા હતી, પરંતુ એવું થયું નહીં. ઈમરાનને હવે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. ઈમરાનને સાથી પક્ષ MQM-P દ્વારા ઝટકો આપવામાં આવ્યો હોવાથી મુશ્કેલીઓ પણ વધી છે. ઈમરાન તરફી સાંસદોની સંખ્યા ઘટી રહી છે. આંકડાઓ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઈમરાનની ખુરશી જતી રહે તે નિશ્ચિત છે. પાકિસ્તાનના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાનમાં એવા કોણ-કોણ વડાપ્રધાન રહ્યા છે, જેમણે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કર્યો છે, જાણો તેમના વિશે…
યુસુફ રઝા ગિલાની પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેલા છે. તે જ સમયે, લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન હતા.
પાકિસ્તાનના આ એવા વડાપ્રધાન છે જેમણે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કર્યો છે
નામ |
કાર્યકાળ |
શપથ |
રાજીનામુ |
રાજનૈતિક પાર્ટી |
યુસુફ રજા ગિલાની |
4 વર્ષ 86 દિવસ |
25 માર્ચ, 2008 |
19 જૂન, 2012 |
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી |
લિયાકત અલી ખાન |
4 વર્ષ 63 દિવસ |
14 ઓગસ્ટ, 1947 |
16 ઓક્ટોબર, 1951 (હત્યા) |
મુસ્લીમ લીગ |
નવાજ શરીફ |
4 વર્ષ 53 દિવસ |
05 જૂન, 2013 |
28 જુલાઈ, 2017 |
પાકિસ્તાન મુસ્લીમ લીગ (N) |
જુલ્ફિકાર અલી ભુટ્ટો |
3 વર્ષ 325 દિવસ |
14 ઓગસ્ટ, 1973 |
05 जुलाई, 1977 |
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી |
ઈમરાન ખાન |
3 વર્ષ 223 દિવસ (આંકડા 31 માર્ચ, 2022 સુધી) |
18 ઓગસ્ટ, 2018 |
– |
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ |
યુસુફ રઝા ગિલાની: તેમનો જન્મ 9 જુલાઈ, 1952ના રોજ થયો હતો. ગિલાની પાકિસ્તાનના 18મા વડાપ્રધાન હતા. તેમણે 25 માર્ચ 2008ના રોજ શપથ લીધા હતા. તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે. ગિલાની હાલમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ ઈંગ્લેન્ડમાં ચેશાયર ઈસ્ટ કાઉન્સિલના સલાહકાર પણ છે.
લિયાકત અલી ખાન: ન્યૂઝ 9ના અહેવાલ મુજબ લિયાકત અલી, જેઓ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન હતા, તેઓને રાષ્ટ્રના નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 14 ઓગસ્ટ, 1947ના રોજ શપથ લીધા હતા. તેઓ પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. 1951માં રાવલપિંડીમાં તેમની હત્યા કરવામાં આવી હતી, જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
નવાઝ શરીફઃ તેમનો જન્મ 25 ડિસેમ્બર 1949ના રોજ થયો હતો. શરૂઆતના તબક્કામાં તેઓ વ્યવસાયે વેપારી હતા. બાદમાં તેમણે રાજકારણમાં પગ મૂક્યો. નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 1990માં પ્રથમ વખત અને 1997માં બીજી વખત ચૂંટાયા. તે જ સમયે, તેઓ 2013માં ત્રીજી વખત પીએમ બન્યા હતા, પરંતુ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. નવાઝ ત્રીજા સૌથી લાંબા સમય સુધી પીએમ પદ પર છે.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો: તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1928ના રોજ થયો હતો. ઝુલ્ફીકાર અલી 1973થી 1977 સુધી પાકિસ્તાનના 9મા વડાપ્રધાન હતા. સૌથી વધુ સમય સુધી પીએમ પદ સંભાળનાર તેઓ ચોથા વડાપ્રધાન છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સ્થાપક ઝુલ્ફીકાર 1971થી 1973 સુધી દેશના રાષ્ટ્રપતિ પણ રહ્યા હતા.
ઈમરાન ખાનઃ 5 ઓક્ટોબર, 1952ના રોજ જન્મેલા ઈમરાન અહેમદ ખાન નિયાઝી છે. તેઓ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. તેઓ પાકિસ્તાનના 22મા વડાપ્રધાન છે.