પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મંગળવારને રોજ ઈમરાન ખાનની ભષ્ટાચારના આરોપમાં પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાનની ‘અલકાદિર ટ્રસ્ટ કેસ’માં ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ નેતા ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકો નારાજ થઈ ગયા છે. પીટીઆઈએ ઈમરાનની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
After former Pakistan PM Imran Khan’s arrest, protesters in Pakistan have entered compounds of army commanders’ residence in Lahore and army HQ in Rawalpindi, according to multiple Pak media reports pic.twitter.com/Q0ifMiD5kE
— ANI (@ANI) May 9, 2023
પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે.
આ પણ વાંચો: Imran Khan Wife: કોઈ પત્રકાર તો કોઈ અબજોપતિ, જાણો ઈમરાન ખાનની કેટલી છે પત્ની, એક તો લાગે છે પરી
ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકોએ આઈએસઆઈ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ક્વેટામાં સેનાના બે વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. મિયાંવાલી એરબેઝની બહાર આગ લાગી છે. એક વિમાન પણ બળી ગયું છે. પેશાવરમાં રેડિયો પાકિસ્તાનમાં આગ લાગી છે.
પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે.
પાકિસ્તાનના પેશાવર, લાહોર, ફૈસલાબાદ, મુલ્તાન, વિહાડી, ગિલગિટ, કરાચી, ખાનેવાલ, ગુજરાવાલા, રહીમ યાર ખાન, બહાવલપુર, ચરસદ્દા, સરગોધામાં ઈમરાન ખાનની ધરપકડને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…