Pakistan Economic Crisis: મદદ માટે તરસી રહ્યું છે પાકિસ્તાન, લોન માટે IMFએ રાખી નવી શરત, શેહબાઝ સરકારની મુશ્કેલીમાં થયો વધારો

પાકિસ્તાન અને IMF વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. ડિફોલ્ટની આરે ઉભેલા પાકિસ્તાન સામે નવી શરત મુકવામાં આવી છે. IMF પાકિસ્તાન સરકારને લોન આપતા પહેલા બાહ્ય નાણાકીય ખાતરી માંગી રહ્યું છે.

Pakistan Economic Crisis: મદદ માટે તરસી રહ્યું છે પાકિસ્તાન, લોન માટે IMFએ રાખી નવી શરત, શેહબાઝ સરકારની મુશ્કેલીમાં થયો વધારો
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 26, 2023 | 2:36 PM

પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અધૂરા લોન પ્રોગ્રામ પર વાટાઘાટોમાં અટવાઈ ગયા છે, જેની કટોકટીગ્રસ્ત દેશને સખત જરૂર છે. ફેબ્રુઆરીની શરૂઆતથી બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે, જો સફળ થશે તો IMF પાકિસ્તાનને 1.1 મિલિયન યુએસ ડોલર આપશે. અમેરિકી ધિરાણકર્તાના કહેવા પર પાકિસ્તાન સરકારે અનેક આર્થિક સુધારાઓ લાગુ કર્યા છે. તેણે ઈંધણના ભાવ વધાર્યા, કર વધાર્યા અને સબસિડીમાં ઘટાડો કર્યો. પરંતુ આટલું થવા છતાં પાકિસ્તાનને કોઈ રકમ મળી નથી. હવે IMFએ પાકિસ્તાન સામે નવી શરત મૂકી છે.

આ પણ વાચો: Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારીના તમામ રેકોર્ડ તૂટ્યા, રમઝાન ટાણે ઉપવાસ કરવા પણ થયા મોંઘા !

pkrevenue પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, IMFએ હવે ઇસ્લામાબાદને બેલઆઉટ આપવા માટે આગળનું પગલું ભરતા પહેલા બાહ્ય ફાઇનાન્સિંગ(બીજો કોઈ દેશ ખાત્રી આપે તો) ખાતરીઓ માંગી છે. IMF અને પાકિસ્તાન વચ્ચે જે ફંડની વાટાઘાટ થઈ રહી છે, તે 2019માં મંજૂર કરાયેલા $6.5 બિલિયન બેલઆઉટ પેકેજનો એક ભાગ છે. આ ફંડ પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવી શકે છે.

IMFએ શું કહ્યું?

એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, IMFના વ્યૂહાત્મક સંચાર નિયામક જુલી કોઝાકે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓના પ્રયત્નો અને સમીક્ષા સફળ થવા માટે બાહ્ય ભાગીદારો તરફથી સમયસર નાણાકીય સહાય મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, અધિકારીઓને ટેકો આપવા માટે પૂરતું ભંડોળ છે, તેની ખાતરી કરવી એ મહત્વની પ્રાથમિકતા છે. બાકીના કેટલાક મુદ્દા મળ્યા પછી સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ (SLA) થશે. અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે પાકિસ્તાન સાથે આગળનું પગલું ભરવા માટે અમારી પાસે તે નાણાકીય ખાતરીઓ છે.

અન્ય દેશોને મળી છે મદદ

IMF ઇચ્છે છે કે પાકિસ્તાનને $7 બિલિયન સુધીની ખાતરી મળે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે, તે $5 બિલિયનની નજીક હોવું જોઈએ. જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, આ સમજૂતી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે અન્ય દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભંડોળનો માર્ગ પણ ખોલશે. જ્યારે પાકિસ્તાન IMF પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ધિરાણકર્તાએ શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે મદદની જાહેરાત કરી છે.