પાકિસ્તાનનો કટોરો રહ્યો ખાલી, IMFએ વિક્રમસિંઘે સરકારને અબજો ડોલરની આપી લોન

|

Mar 21, 2023 | 1:57 PM

ભારતના બંને પાડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા ખરાબ આર્થિક સ્થિતિથી ઝઝૂમી રહ્યા છે. બંને IMF પાસેથી ફંડ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે IMMએ શ્રીલંકાને ફંડ આપીને પાકિસ્તાનની રાહ લંબાવી છે.

પાકિસ્તાનનો કટોરો રહ્યો ખાલી, IMFએ વિક્રમસિંઘે સરકારને અબજો ડોલરની આપી લોન
Image Credit source: Google

Follow us on

જો કોઈક રીતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી ભંડોળ ઉપલબ્ધ થાય તો પાકિસ્તાન ભોજનની વ્યવસ્થા કરી શકે છે, જો કે, પાકિસ્તાન IMF પાસેથી ભંડોળ માટે તલપાપડ છે. પરંતુ ખરાબ આર્થિક સ્થિતિથી ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ કરીને IMFએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. IMFએ દેવાથી ડૂબેલા શ્રીલંકાને $3 બિલિયનની નાણાકીય સહાય મંજૂર કરી છે. બીજી તરફ પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી 1.1 અબજ ડોલરની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાચો: Pakistan Economic crisis: IMF સાથે ડીલ નહીં થાય તો કંગાળ પાકિસ્તાન લોન પરત નહીં કરી શકે, અમેરિકાએ પાકિસ્તાનને આપી મોટી ચેતવણી

મહત્વનું છે કે, પાકિસ્તાનને ગયા વર્ષે નવેમ્બરમાં IMF પાસેથી $1.1 બિલિયનની લોન મળવાની હતી, પરંતુ IMFએ હજુ સુધી તેને સહાય આપી નથી, જ્યારે શ્રીલંકાને લોન મળી ગઈ છે. 1.1 બિલિયન ડોલર ફંડ 2019માં મંજૂર $6.5 બિલિયન બેલઆઉટ પેકેજનો એક ભાગ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

વિપક્ષના સતત શાહબાઝ શરીફ સરકાર પર પ્રહાર

વિપક્ષ શેહબાઝ શરીફ સરકાર પર ફંડ ન મળવાને લઈને પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષનો દાવો છે કે સરકારે પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને લઈને આઈએમએફ સાથે સમજૂતી કરી છે. જો કે પાકિસ્તાનના નાણામંત્રી ઈસાક ડારે વિપક્ષના દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે આઈએમએફ સાથેના કરારમાં વિલંબ પાછળ ટેકનિકલ કારણો છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને લઈને સરકારે કોઈ સમજૂતી કરી નથી.

IMF તરફથી શરતના દાવા અથવા કોઈપણ પ્રકારની માંગને નકારી કાઢતા ડારે કહ્યું છે કે, IMFએ કોઈ શરત લાદી નથી. કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ફંડ મેળવવામાં વિલંબ થયો છે. અમે ફંડને લઈને IMF એક્ઝિક્યુટિવ બોર્ડના સંપર્કમાં છીએ.

IMFએ શ્રીલંકાની મુશ્કેલીઓ ઓછી કરી

મહત્વનું છે કે, દેવાના બોજ હેઠળ દબાયેલા શ્રીલંકાને તેની અર્થવ્યવસ્થાને સુધારવા માટે IMF ભંડોળની જરૂર હતી. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે EFF હેઠળ લગભગ US 3 બિલિયન ડોલર આપીને શ્રીલંકાની મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી કરી હતી.

પાકિસ્તાને પણ લોનની રકમ ચૂકવવાનું બંધ કરવું પડશે

પાકિસ્તાને આગામી થોડા દિવસોમાં અબજો ડોલરની લોન પરત કરવાની છે. બેંક ઓફ અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને ખરાબ સમય જોવો પડશે. જો IMF પાસેથી લોન નહીં મળે તો પાકિસ્તાને પણ લોનની રકમ ચૂકવવાનું બંધ કરવું પડશે.

ચીન પાકિસ્તાનનું સૌથી મોટું લેણદાર

પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિમાં તેને માત્ર IMF લોન જ મદદ કરી શકે છે. જો તેને IMF પાસેથી લોન ન મળે તો શક્ય છે કે તે લોન ચૂકવી શકશે નહીં. બેંક ઓફ અમેરિકાએ આ ચેતવણી આપી છે. તે જ સમયે, અહેવાલો એ પણ કહે છે કે પાકિસ્તાન IMF સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની નજીક છે. અર્થશાસ્ત્રી કેથલીન ઓહ, જે બેંકના નિષ્ણાતોની ટીમનો ભાગ હતો, તેણે લખ્યું કે, ચીન પાકિસ્તાનનું સૌથી મોટું લેણદાર છે, તેથી તે ખરેખર મદદ કરી શકે છે.

Next Article