IAFના સુખોઈ-30MKI અને રાફેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં સામેલ, આ દેશો સાથે ઉડાન ભરશે

સુખોઈ-30 એમકેઆઈ અને રાફેલ એરક્રાફ્ટ ભારતીય વાયુસેના માટે ભારતની બહાર તેની તાકાત બતાવવા માટે એક શ્રેષ્ઠ માર્ગ બની ગયા છે. ભારતીય વાયુસેનાના જવાનો સુખોઈ-30MKI સાથે ગ્રીસ ગયા છે.

IAFના સુખોઈ-30MKI અને રાફેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં સામેલ, આ દેશો સાથે ઉડાન ભરશે
Image Credit source: Google
| Edited By: | Updated on: May 02, 2023 | 10:31 PM

એક પછી એક આખી દુનિયા ભારતીય વાયુસેનાની તાકાત સામે આવી રહી છે. ભારતીય વાયુસેનાના જવાનો સુખોઈ-30MKI સાથે ગ્રીસ ગયા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સેના સાથે અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. બીજી બાજી ફ્રાન્સમાં ચાલી રહેલા X Orionમાં ભારતીય વાયુસેનાના જવાનો પ્રથમ વખત રાફેલ ફાઈટર એરક્રાફટ સાથે ભારતની બહાર કવાયતમાં ભાગ લેશે.

આ પણ વાંચો: LAC પર ભારતીય વાયુસેનાનો આજે યુદ્ધાભ્યાસ, સુખોઈ-20MKI અને રાફેલની ગર્જનાથી ચીનાઓ ધ્રુજી ઉઠશે

આ યુદ્ધાઅભ્યાસ 5 મે સુધી ચાલશે

ફ્રાન્સમાં X Orionમાં યુદ્ધઅભ્યાસ ગયા મહિને 17 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. આ અભ્યાસ 5 મે 2023 સુધી ચાલુ રહેશે. આ અભ્યાસમાં ઘણા મોટા અને શક્તિશાળી દેશોની વાયુ સેના ભાગ લઈ રહી છે. તેમાં જર્મની, ગ્રીસ, ઈટાલી, નેધરલેન્ડ, બ્રિટન, સ્પેન અને અમેરિકાની એરફોર્સ પણ સામેલ થવાના છે. ભારત સિવાય આ તમામ દેશો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો દેશોના સભ્ય છે.

અભ્યાસમાં ભારતે 4 રાફેલ વિમાન મોકલ્યા

આ એક્સ ઓરિયન અભ્યાસ ભારત માટે પણ ખાસ છે કારણ કે, અહીંથી રાફેલ વિમાન ભારતમાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે રાફેલ વિમાનને ભારતની બહાર યુદ્ધઅભ્યાસમાં મોકલવામાં આવ્યા છે. આ અભ્યાસમાં ભારતે 4 રાફેલ વિમાન મોકલ્યા છે. જે અન્ય દેશોની સાથે અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. ગ્રીસમાં ભાગ લેનાર એરક્રાફ્ટ એથેન્સના પ્રખ્યાત એક્રોપોલિસ અને તેની આસપાસના વિસ્તારોની રચનામાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ ગ્રીસમાં અભ્યાસમાં 4 સુખોઈ-30 MKI ફાઈટર જેટ મોકલ્યા છે.

જણાવી દઈએ કે, ભારતને 36 રાફેલ વિમાનોની સપ્લાય ગયા વર્ષે જ પૂર્ણ થઈ ગઈ હતી. ભારતીય વાયુસેનાએ અંબાલા એરફોર્સ બેઝ અને હાશિમારા એરફોર્સ બેઝ પર રાફેલની બે સ્ક્વોડ્રન તૈનાત કરી છે. આ 36 રાફેલ એરક્રાફ્ટમાંથી 4 રાફેલ ફાઇટર જેટે મોન્ટ ડી માર્સન મિલિટરી બેઝ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરના ઓરિઅન યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો છે.

અન્ય ઘણા યુદ્ધ અભ્યાસ

યુદ્ધ અભ્યાસમાં સામેલ દેશોની સેનાઓ એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખીને પોતાને તૈયાર કરશે. વર્ષ 2023ની કેટલીક અન્ય યુદ્ધ કવાયત, જેમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો હતો.

Cope India : આ કવાયત અર્જન સિંહ (પાનાગઢ), કલાઈકુંડા અને આગ્રાના એરફોર્સ સ્ટેશનો પર ભારતીય ધરતી પર ભારત અને યુએસ એર ફોર્સ વચ્ચે કરવામાં આવી રહી છે. આ કવાયત 10 એપ્રિલથી શરૂ થઈ હતી અને તે 24 એપ્રિલ સુધી ચાલ્યો હતો.

વીર ગાર્ડિયન : જાન્યુઆરી 2023માં આયોજિત આ અભ્યાસ જાપાનની ધરતી પર પખવાડિયા સુધી ચાલ્યો હતો, જેમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને સૈનિકોએ ભાગ લીધો હતો.

ધર્મ ગાર્ડિયન : આ અભ્યાસ જાપાન સાથે પણ 13 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2023 દરમિયાન થયો હતો.

ડેઝર્ટ ફ્લેગ : આ અભ્યાસ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી સંયુક્ત આરબ અમીરાતમાં થયો હતો, જ્યાં ભારતીય વાયુસેનાએ તેજસ સાથે પ્રથમ વખત ભાગ લીધો હતો. આ કવાયતમાં બ્રિટન સહિત ઘણા દેશોએ ભાગ લીધો હતો.

કોબ્રા વોરિયર : આ અભ્યાસ બ્રિટન અને ભારતની વાયુસેના વચ્ચે 6થી 24 માર્ચ 2023 દરમિયાન થયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…