
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA)થી ભારતીય કામદારો માટે નવા માર્ગ ખુલ્યા છે. આ કરાર હેઠળ, ન્યૂઝીલેન્ડ દર વર્ષે 5,000 ભારતીયોને ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા આપશે. આ વિઝા દ્વારા કામદારોને ત્યાં ત્રણ વર્ષ સુધી કામ કરવાની તક મળશે.
આ યોજના હેઠળ આયુષ પ્રેક્ટિશનરો, યોગ ટ્રેનર્સ, ભારતીય રસોઇયા અને સંગીત શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત IT, એન્જિનિયરિંગ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં નોકરીઓ ઉપલબ્ધ રહેશે.
પરંતુ પ્રશ્ન એ છે કે વિઝા મળ્યા પછી ન્યૂઝીલેન્ડમાં નોકરી કેવી રીતે શોધવી? આ બાબતે ન્યૂઝીલેન્ડ સરકારની “ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ” વેબસાઇટ માર્ગદર્શન આપે છે.
ન્યૂઝીલેન્ડમાં નોકરી મેળવવા માટે લોકો સામાન્ય રીતે રોજગાર વેબસાઇટ્સ અથવા ભરતી એજન્સીઓનો સહારો લે છે. કેટલાક ઉમેદવારો સીધા કંપનીઓનો સંપર્ક કરીને પણ નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે.
ઘણી કંપનીઓ ખાસ કરીને વિદેશી કામદારો માટે ભરતી એજન્સીઓનો ઉપયોગ કરે છે. મહત્વની વાત એ છે કે ઉમેદવારને આ એજન્સીને કોઈ ફી ચૂકવવાની જરૂર પડતી નથી, કારણ કે કંપની પોતે જ એજન્સીને ચૂકવણી કરે છે.
સીધો કંપની સંપર્ક કરવાનો માર્ગ પણ અસરકારક માનવામાં આવે છે. ઉમેદવાર કંપનીની વેબસાઇટ પર જઈને નોકરી માટે અરજી કરી શકે છે અને ઘણી વખત ત્યાં ભરતી મેનેજરની માહિતી પણ ઉપલબ્ધ હોય છે.
હેલ્થ સેક્ટરમાં નોકરીઓ – Kiwi Health Jobs
શિક્ષણ ક્ષેત્ર – Education Gazette
વિજ્ઞાન ક્ષેત્ર – Careers at Science New Zealand
એન્જિનિયરિંગ – Engineering New Zealand
સિજનલ નોકરીઓ – Work and Income
ન્યૂઝીલેન્ડમાં નીચેના ક્ષેત્રોમાં કામદારોની ભારે માંગ છે:
અહીં કુશળ તેમજ અર્ધ-કુશળ બંને પ્રકારના કામદારો માટે સારા અવસરો ઉપલબ્ધ છે.
ગુજરાતથી અમેરિકા જઈને વેટરનરી ડોક્ટર કેવી રીતે બની શકાય? જાણો A ટુ Z માહિતી