કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શ્વાસથી લેવામાં આવતી રસી (Inhaled vaccine) તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે નવી શ્વાસથી લેવામાં આવતી રસી કોરોનાના તમામ પ્રકારો પર અસરકારક સાબિત થશે. જર્નલ સેલમાં પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ એક ખાસ પ્રકારની રસી છે જે શ્વાસ દ્વારા લેવામાં આવે છે. તેથી જ તેને એરોસોલ રસી (Aerosol vaccine) પણ કહેવામાં આવે છે. કોરોનાના નવા વેરિઅન્ટના વધતા જોખમો વચ્ચે આ રસી ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે તે કોરોના વાઈરસ સામે રક્ષણ આપવા માટે સીધા ફેફસાં અને શ્વસન માર્ગને નિશાન બનાવે છે. તેથી તે અસરકારક સાબિત થઈ શકે છે.
કોરોના સામે લડતી મોટાભાગની રસી નસો દ્વારા આપવામાં આવી રહી છે. તે જ સમયે શ્વાસમાં લેવામાં આવતી રસી લેવા માટે વ્યક્તિએ મોં દ્વારા શ્વાસ લેવો પડે છે. ત્યારે જ રસી શરીરમાં પહોંચશે. સંશોધકોનો દાવો છે કે કોરોના વાઈરસ માત્ર મોં અને શ્વસન માર્ગ દ્વારા જ શરીરમાં પહોંચે છે. આ ભાગમાં રસી તેની અસર દર્શાવે છે. આ રસીની સીધી અસર ફેફસાં અને શ્વસન માર્ગ પર પડે છે. આ રીતે તે કોરોનાથી બચાવવામાં મદદ કરે છે.
WIONના રિપોર્ટ અનુસાર તેને તૈયાર કરનારા સંશોધકોનું કહેવું છે કે મોટાભાગની રસી કોરોનાના સ્પાઈક પ્રોટીનને નિશાન બનાવે છે જેના દ્વારા તે શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે વેરિયન્ટ બદલાય છે ત્યારે રસી ઓછી અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ અમારી રસી વાઈરસના વિવિધ ભાગોને લક્ષ્ય બનાવે છે. તેથી તે નવા પ્રકારો પર પણ અસરકારક છે. સંશોધકોનો દાવો છે કે આ રસી એક ખાસ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે, જે કોરોનાથી ઘણી હદ સુધી રક્ષણ આપે છે.
સંશોધકોનું કહેવું છે કે જો દર્દીને શ્વાસમાં લેવામાં આવતી નવી રસી આપવામાં આવશે તો તેની ખૂબ ઓછી માત્રામાં જરૂર પડશે. તે એવી રીતે સમજી શકાય છે કે સોય દ્વારા આપવામાં આવતી રસીમાંથી માત્ર એક ટકા જ વ્યક્તિને આપવાની રહેશે. આ 1 ટકા માત્રા પૂરતી હશે. આ સાથે આ રસી વધુ લોકોને આપી શકાશે. સંશોધક પ્રોફેસર બ્રાયન લિચી કહે છે કે શ્વાસમાં લેવામાં આવતી રસી ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
કેનેડિયન વૈજ્ઞાનિકો દ્વારા આ રસી પ્રથમ નથી. અગાઉ, ચીની કંપની સિનોફાર્મે 2021માં વિશ્વની પ્રથમ શ્વાસમાં લેવામાં આવતી રસીની જાહેરાત કરી હતી. તે ચીનની રસી ડેવલપર ચેન વેઈ અને ચાઈનીઝ બાયોટેક કંપની કેન્સિનો બાયોલોજિક્સ ઈન્કની ટીમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી હતી. આ રસી મોઢા દ્વારા પણ લેવાની હતી.
આ પણ વાંચો : IPL 2022 Auction: કેટલા ખેલાડીઓ પર લાગશે બોલી, ક્યારે શરૂ થશે હરાજી, જાણો બીજા દિવસના નિયમો અને મોટી બાબતો