ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો વળતો હુમલો, 7 મિનિટમાં 60 મિસાઈલો છોડી

|

Oct 19, 2024 | 7:53 PM

હિઝબુલ્લાહે શનિવારે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયેલની સેના અને IDFએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે 7 મિનિટમાં ઇઝરાયેલ પર 60 મિસાઇલો છોડી હતી. જો કે મોટાભાગની મિસાઈલો તોડી પાડવામાં આવી છે, પરંતુ ઘણી ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં પણ પડી છે.

ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો વળતો હુમલો, 7 મિનિટમાં 60 મિસાઈલો છોડી
Benjamin Netanyahu

Follow us on

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસ ચીફ યાહ્વા સિનવરને ખતમ કર્યા પછી પણ ઈઝરાયેલનો તણાવ ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હિઝબુલ્લાહે શનિવારે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયેલની સેના અને IDFએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે 7 મિનિટમાં ઇઝરાયેલ પર 60 મિસાઇલો છોડી હતી. હિઝબુલ્લાહ દ્વારા 100 થી વધુ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે મોટાભાગની મિસાઈલો તોડી પાડવામાં આવી છે, પરંતુ ઘણી ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં પણ પડી છે.

મિસાઈલ હુમલા પહેલા હિઝબુલ્લા દ્વારા ડ્રોન હુમલો પણ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રોન લેબનોનથી લોન્ચ કરવામાં આવ્યા હતા અને તે સીઝેરિયા સ્થિત ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી ઘર સુધી પહોંચ્યા હતા. તેમના ખાનગી નિવાસસ્થાન પાસે ડ્રોન વિસ્ફોટ થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન 70 કિલોમીટર દૂરથી ઉડતા આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ પણ આ ડ્રોનને શોધી શકી નથી, જેના કારણે આ વિસ્તારમાં ડિફેન્સ એલાર્મ પણ વાગ્યું ન હતું. એલાર્મ વાગતું ન હોવાથી ઈઝરાયેલના નાગરિકો બંકરોમાં જઈ શક્યા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડ્રોનથી મર્યાદિત નુકસાન

જો કે, ડ્રોનની તીવ્રતા ઓછી હતી તેથી નુકસાન પણ ઓછું થયું હતું. ડ્રોન લેબનોન સરહદ પાર કરી ગયા હતા. પીએમ નેતન્યાહુનું પૈતૃક ઘર સીઝેરિયામાં છે. પીએમ મોટાભાગનો સમય સીસરિયાના ઘરે જ રહે છે. IDFએ કહ્યું કે હુમલા સમયે નેતન્યાહુ ઘરે ન હતા. સેનાએ બે ડ્રોનને અટકાવ્યા છે.

યાહ્વા સિનવરની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી

બે દિવસ પહેલા ઇઝરાયેલે લેબનોનમાં મોટો હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે યાહ્વા સિનવરને મારી નાખ્યો છે. સિનવર ઈઝરાયેલ પર ઓક્ટોબર, 2016માં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. હુમલા પછી ઇઝરાયેલી સૈન્ય સિનવરની પાછળ પડ્યું હતું. અંતે ઇઝરાયલી સેનાએ તેના હુમલામાં તેને મારી નાખ્યો. સિનવરના ડેપ્યુટી ખલીલ અલ-હૈયાએ કહ્યું કે તેના નેતાના મૃત્યુ છતાં હમાસ પહેલા કરતા વધુ મજબૂત ઉભરી આવશે, જ્યારે નેતન્યાહૂએ તેને હમાસના આતંકવાદી શાસનના પતન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે.

Next Article