Viral Video : અફઘાનિસ્તાનની દિકરીએ જણાવી પોતાની આપવિતી, વીડિયો જોઇ લોકો થઇ રહ્યા છે ભાવુક

સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. છોકરી અફઘાની ભાષામાં પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહી છે. છોકરી રડતા રડતા લાચાર થઇને કહી રહી છે કે અમારુ હોવું કોઇના માટે મહત્વનું નથી.

Viral Video : અફઘાનિસ્તાનની દિકરીએ જણાવી પોતાની આપવિતી, વીડિયો જોઇ લોકો થઇ રહ્યા છે ભાવુક
Heartbreaking video of afghan girl goes viral on social media
| Edited By: | Updated on: Aug 17, 2021 | 4:55 PM

તાલિબાને કબજો કર્યા બાદ અફઘાની નાગરીકો હાલ ભયના માહોલમાં જીવી રહ્યા છે. દુનિયાભરના લોકોને એ જ ચિંતા છે કે તેમનું ભવિષ્ય કેવુ હશે. કાબુલ એરપોર્ટના એ ભયાનક દ્રશ્યો તો તમે જોઇ જ લીધા હશે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગવાના પ્રયત્નો કરી રહ્યા છે અને કેટલાક તો આ પ્રયત્નોમાં જ મોતને ભેટી રહ્યા છે. તેવામાં હવે એક અફઘાની છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાની લાચારીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહી છે. વીડિયોમાં છોકરી કહી રહી છે કે અમે ધીમે ધીમે મરી જશું.

હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. છોકરી અફઘાની ભાષામાં પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહી છે. છોકરી રડતા રડતા લાચાર થઇને કહી રહી છે કે અમારુ હોવું કોઇના માટે મહત્વનું નથી. કારણ કે અમે અફઘાનિસ્તાનમાં જન્મ લીધો છે. હવે મારે આંસુઓ લુછવા પડશે. કારણ કે કોઇને અમારી ચિંતા નથી. અમે ઇતિહાસમાં ધીરે ધીરે ભુલાઇ જશું. આ વીડિયોમાં છોકરીએ એ બધુ કહી દીધુ જે હાલમાં ત્યાના લોકો અનુભવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ શેયર કર્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થતાં જ લોકોએ તેના પર દુ:ખ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધુ. એક યૂઝરે લખ્યુ કે તમારા પર જે પણ કઇં વીતી રહ્યુ છે તેનો અમે અંદાજો પણ નથી લગાવી શક્તા. પરંતુ અમે કઇં પણ નથી કરી શક્તા. એક યૂઝરે લખ્યુ કે છોકરીની આંખો જ કહી રહી છે કે તેમની જીંદગી કેટલી ખરાબ થઇ ગઇ છે. ખબર નહી દુનિયાભરના લોકો કેમ શાંત બેઠા છે જ્યારે માણસાઇ મરવા પરવારી છે. વીડિયો જોયા બાદ લોકો ભાવુક થઇ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી અફઘાનિસ્તાનમાંથી એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઇને લોકો ડરી જાય. કેટલાક વીડિયોમાં તો લોકો વિમાનમાં ચઢવા માટે એક બીજાને મારવા તૈયાર થઇ ગયા હતા. કાબુલથી ઉડાન ભરતી ફ્લાઇટમાં જગ્યા ન મળી તો લોકો ટાયર પકડીને જ લટકી ગયા. આ ભાગાદોડીમાં કેટલાક લોકો મોતને ભેટી ગયા. હાલ અફઘાનિસ્તાનના લોકો જલ્દીથી જલ્દી દેશ છોડીને જવા માંગે છે.

 

આ પણ વાંચો – CM રૂપાણીનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 56 જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે પાણી અપાશે

આ પણ વાંચો – 4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

Published On - 4:54 pm, Tue, 17 August 21