Haunted Train : ઈટલીની રહસ્યમય ટ્રેન 140 યાત્રિકો સાથે ગાયબ, આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી

|

Jul 07, 2021 | 3:13 PM

વર્ષ 1911માં જેનેટી (Zanetti) નામની કંપનીની ટ્રેન (Train)તેમના અંતિમ સ્ટેશને પહોંચ્યા પહેલા જ એક ટનલમાં ગાયબ થઈ હતી. ત્યારબાદ આ ટ્રેન (Train) વિશે કોઈ જ સમાચાર નથી.

Haunted Train : ઈટલીની રહસ્યમય ટ્રેન 140 યાત્રિકો સાથે ગાયબ, આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી
Haunted Train : ઈટલીની રહસ્યમય ટ્રેન 140 યાત્રિકો સાથે ગાયબ , આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી

Follow us on

Haunted Train : વર્ષ 1911માં ઈટલી (Italy)માં એક ટ્રેન (Train)રહસ્યમય રીતે ગાયબ થઈ છે જેનો આજ દિન સુધી કોઈ પત્તો નથી. ઈટલી, રુસ, જર્મની અને રોમાનિયાના કેટલાક ભાગોમાં આ ટ્રેન (Train) જોવા મળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

તમે ટ્રેન સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ ઈટલીની એક ટ્રેન મુસાફરો સાથે ગાયબ થઈ છે. આજ દિન સુધી આ ટ્રેન ક્યાં ગઈ છે તે જાણી શકાયું નથી. વર્ષ 1911માં ઈટલીમાં એક ટ્રેન રહસ્યમય રીતે ગાયબ થઈ છે આરહસ્યમય ટ્રેન વિશે કહેવામાં આવે છે કે, તે પહેલા 1840માં મેક્સિકોમાં જોવા મળી હતી. વર્ષ 1911માં જેનેટી (Zanetti) નામની કંપનીની ટ્રેન (Train)તેમના અંતિમ સ્ટેશને પહોંચ્યા પહેલા જ એક ટનલમાં ગાયબ થઈ હતી. ત્યારબાદ આ ટ્રેન (Train) વિશે કોઈ જ સમાચાર નથી.

પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાની ઘટના

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જૂન 1911માં એક ઈટાલિયન રેલવે કંપની જેનેટી (Zanetti)એ તેમની ટ્રેનના નવા મોડલ માટે એક ફ્રી રાઈડ આપવાની જાહેરાત કરી હતી. જેના માટે 100 મુસાફરો સહિત 6 રેલવે કર્મચારી (Railway employee) પણ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ખાવા-પીવાની પણ સારી વ્યવસ્થા હતી. મુસાફરો આરામથી તેમના સ્થાન પર પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક ટનલમાં પહોંચ્યા બાદ ટ્રેન (Train) ગાયબ થઈ હતી. આ ટ્રેનની અનેક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ટ્રેનનો કોઈ પત્તો મળ્યો ન હતો.

ટ્રેનના 106 લોકોમાંથી 2 મુસાફરો સુરક્ષિત રીત બહાર આવ્યા છે તેઓ માનસિક રીતે ખુબ પરેશાન હતા. સારવાર બાદ તેઓ માનસિક રીતે સ્વસ્થ થયા હતા પરંતુ તેઓ આ ઘટના વિશે કાંઈ પણ બોલવા તૈયાર થયા ન હતા. આ બંન્ને મુસાફરમાંથી એક મુસાફરે જણાવ્યું કે, જ્યારે તેમની ટ્રેન ટનલ પાસે પહોંચી તો ટ્રેનમાં સફેદ ધુમાડા આવવા લાગ્યા હતા. આ સાથે જ ટ્રેનમાં રહેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકોની કીકયારી શરુ થઈ હતી.

સૌ લોકોને લાગ્યું કે, ટ્રેન સાથે કોઈ મોટો અક્સ્માત થયો છે.આ અફરાતફરીના માહોલમાં 2 મુસાફરો ટ્રેનની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, તે કઈ રીતે ટ્રેનની બહાર આવ્યા તેમને પણ ખબર ન હતી. બાદમાં આ ટનલને બંધ કરવામાં આવી હતી.  આ ઘટનાને લઈ ટ્રેનનું રહસ્ય વધુ ગુંચવણ ભર્યું રહ્યું હતુ. કેટલાક લોકોના જણાવ્યા મુજબ ટ્રેનને કોઈ પરલૌકિક તાકાતે ઝપેટમાં લીધી હતી અને ટ્રેન ભૂતકાળમાં પહોંચી ગઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ આ ટ્રેન 1840ના રોજ મેક્સિકોમાં પહોંચી ગઈ હતી.

દશક બાદ મેક્સિકોની એક ડોક્ટરે દાવો કર્યો હતો કે, જે હોસ્પિટલમાં તે કામ કરે છે. ત્યાં 104 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ લોકો માનિસક થયા હતા. લોકો એવું કહી રહ્યા હતા કે, તેઓ કોઈ ટ્રેનમાં આવ્યા છે પરંતુ તેમની માહિતીનો ખ્યાલ નથી.

કેટલાક દેશોમાં ટ્રેન જોવા મળી હોવાનો દાવો

ઈટલી, રુસ, જર્મની અને રોમાનિયાના કેટલાક ભાગોમાં આ ટ્રેન જોવા મળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જે લોકોએ આ ટ્રેન જોઈ તેમને કહ્યું હતુ કે, આ ટ્રેન 1911માં ગાયબ થઈ તે ટ્રેન જેવી જ લાગતી હતી. આ ટ્રેન વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ ઘટનાના અનેક પુરાવાઓ પણ નાશ થઈ રહ્યા હતા પરંતુ અમુક એવી વસ્તુઓ સામે આવી હતી કે, જે આ ગાયબ ટ્રેન સાથે જોડાયેલી હતી.

બીજા દેશ જ નહિ પરંતુ આપણા દેશમાં પણ એવા કેટલાક રેલવે સ્ટેશનોને રહસ્યમય માનવામાં આવી રહ્યા છે. જે રીતે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બેગુનકોડોર રેલવે સ્ટેશન દેશનું સૌથી હોન્ટેડ સ્ટેશન કહેવામાં આવે છે. આ સ્ટેશનનું ઉદ્ધાટન 1960માં થયું હતુ કહેવામાં આવે છે કે, સંથાલ રાનીએ રેલ્વે સ્ટેશન ખોલવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.

સ્ટેશનની શરુઆતમાં તો બધું જ બરાપર ચાલતું હતુ પરંતુ અચાનક 7 વર્ષ બાદ રહસ્યમય અક્સ્માત થવા લાગ્યા અને સ્ટેશનમાં કામ કરનાર લોકો પણ સ્ટેશનમાં કામ કરવાની ના  પાડી હતી. વર્ષો સુધી  આ સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી ન હતી.  આ સ્ટેશન પરથી જ્યારે અન્ય ટ્રેન પસાર થાય છે તો લોકો પાયલટ ટ્રેનની સ્પીડ વધારે છે કારણ કે કોઈ આત્મા ટ્રેન પર હુમલો ન કરી શકે. રેલ્વે મંત્રાલયની પાસે પણ સમાચાર

વર્ષ 2009માં તત્કાલીન રેલવે પ્રધાન મમતા બેનરજીએ બેગુનકોડોર સ્ટેશનને ફરી એક વખત ચાલુ કરવામાં આવ્યું હતુ, હવે આ સ્ટેશન પર 10 થી વધુ ટ્રેન ઉભી રહે છે પરંતુ રાત્રિના સમયમાં હજુ પણ કોઈ ટ્રેન ઉભી રહેતી નથી. અંદાજે 40 વર્ષ સુધી આ સ્ટેશનમાં હરવા-ફરવા માટે વિદેશી પ્રવાસીઓ આવે છે જેમને હોન્ટેડ ટૂરિઝમમાં દિલચસ્પી હતી. એ પણ વાત છે કે, સ્ટેશનને જ્યારથી ફરી વખત ખોલવામાં આવ્યું છે ત્યારથી અહિ કોઈ પણ પ્રકારની રહસ્યમ એક્ટિવિટી જોવા મળી ન હતી.
Next Article