શિકાગો પોલીસ અને એક અહેવાલ અનુસાર, આ ગુનો શહેરના ચાઇનાટાઉન પડોશમાં 22માં પ્લેસ અને પ્રિન્સટન એવન્યુ પર બન્યો હતો. ડેનક્સિન શી નામના વ્યક્તિ પર તેના ઘરની નજીક ત્રણ યુવતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવતી પાસે પાઇપ હતી. ઘટનાના વીડિયો ફૂટેજ મુજબ, યુવતીઓના ટોળાંમાંથી આ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પરંતુ બે યુવતીઓ તેને જમીન પર નીચે પાળી દે છે અને ત્રીજી શંકાસ્પદ યુવતી પાઈપ લઈને ઊભી હોય તેવું સામે આવ્યું છે.
ભોગ બનનાર વ્યક્તિએ કહ્યું “મેં મારી કાર પાર્ક કરી અને હું બહાર નીકળી ગયો, અને હું એપાર્ટમેન્ટ તરફ ચાલવા લાગ્યો, એટલામાં ત્રણ યુવતીઑ આવી અને મારા પર ત્રાટકી પડી, મને પકડી અને મને માર માર્યો જે બાદ મારી કારની ચાવી લઈ લીધી,”
આ પણ વાંચો : G20 Summit: જો બાઇડનની મુલાકાત ભારત માટે શુભ સંકેત, હટશે ઘણા પ્રતિબંધો, અમેરિકી સંસદમાં રજૂ થયો આ કાયદો
કોમ્યુનિટી એક્ટિવિસ્ટ એન્ડ્રુઝ હોમ્સે લોકોને ગુનેગારો વિશે કોઈપણ માહિતી સાથે આગળ આવવા વિનંતી કરી. હોમ્સે કહ્યું આ વીડિયો યુવતીઓના માતા અને પિતા ટીવી પર જોશે તો તેઓ વિશ્વાસ નહીં કરો કે આ તેમની પુત્રી છે, જોકે આ ઘટના બાદ લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
હોમ્સે વીડિયોમાં દેખાતી યુવતીઓની માહિતી કોઈ પાસે હોય તો તેમને આગળ આવવા વિનંતી કરી હતી. તેણે કહ્યું, “આ યુવતીઓના માતા અને પિતા, જો તમે ટીવી પર આ જુઓ છો, તો તમે જાણો છો કે આ તમારી પુત્રી છે, તમારો પરિવાર છે, તમે જાણો છો કે આ તેણી છે, તો તમારે આ બાબતે પોલીસને જાણ કરવી જરૂરી છે.
હોમ્સે જણાવ્યું હતું કે ગુનેગારોની ધરપકડ કરવામાં મદદ કરે તેને માટે $1,000 ઈનામની ઓફર કરું છું. જોકે તેણે જણાવ્યુ હતું કે (1-800-883-5587) પર કૉલ કરીને ટિપ્સ છૂપી રીતે પણ સબમિટ કરી શકાય છે. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. કોઈપણ માહિતી સ્થાનિકોને મળે તો તાત્કાલિક શિકાગો પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો