શીખ છોકરીને મળી ધમકી અને તેની સાથે…. આ ઘટના બાદ તમે પણ વિચાર કરશો કે, હવે છોકરીઓને વિદેશ મોકલવી કે નહી?

આજના સમયમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ વિદેશ જઈ રહ્યા છે અને સારી કારકીર્દી બનાવવા માટેના પ્રયાસ કરે છે. જો કે, હાલમાં જ એક એવી ઘટના બની છે કે જેને લઈને દરેક સ્ટુડન્ટ ચિંતામાં મુકાયું છે.

શીખ છોકરીને મળી ધમકી અને તેની સાથે.... આ ઘટના બાદ તમે પણ વિચાર કરશો કે, હવે છોકરીઓને વિદેશ મોકલવી કે નહી?
| Updated on: Sep 13, 2025 | 6:53 PM

બ્રિટનમાં 20 વર્ષીય શીખ છોકરી પર બળાત્કાર થયાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓલ્ડબરીમાં બે પુરુષોએ છોકરી પર બળાત્કાર કર્યો અને જાતિગત દુર્વ્યવહાર કર્યો. વધુમાં શીખ છોકરીને ‘તેના દેશમાં પાછા જવા’ની ધમકી પણ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, પોલીસે આને જાતિગત હુમલો માનીને તપાસ શરૂ કરી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે 8.30 વાગ્યે ટેમ રોડ નજીક બની હતી. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, આને ‘જાતિગત ઉશ્કેરણીજનક હુમલો’ (Racially motivated attack) માનવામાં આવી રહ્યો છે.

ક્યારે બની ઘટના?

પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના સેન્ડવેલ એરિયામાં ઓલ્ડબરીના ટેમ રોડ પર 20 વર્ષીય બ્રિટિશ શીખ છોકરીએ ફરિયાદ કરી હતી કે, તેનું જાતીય શોષણ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હુમલા દરમિયાન બે પુરુષે મહિલાને નિશાન બનાવી અને ‘જાતિગત ટિપ્પણી’ કરી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ્ડબરીમાં એક છોકરીએ જણાવ્યું કે તેના પર બળાત્કાર થયો છે, જેને અમે જાતિગત રીતે ઉગ્ર હુમલો ગણી રહ્યા છીએ.’ સેન્ડવેલ પોલીસ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ કિમ મેડિલે કહ્યું, ‘અમે આરોપીઓને ઓળખવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. સીસીટીવી, ફોરેન્સિક અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.’

પીડિતા અને તેનો પરિવાર આઘાતમાં

સ્મેથવિકના સ્થાનિક સાંસદ ગુરિન્દર સિંહ જોહસને કહ્યું કે, આ ઘટનાથી પીડિતા આઘાતમાં છે અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો તેમની પાસે કોઈ માહિતી હોય તો તેઓ પોલીસને તપાસમાં મદદ કરે.

શીખ યુથ યુકે જૂથે જણાવ્યું હતું કે, તેઓ આ ‘ક્રૂર હુમલા’ બાદ પીડિતા અને તેના પરિવારને ટેકો આપી રહ્યા છે તેમજ સ્થાનિક ગુરુદ્વારા, ગુરુ નાનક ગુરુદ્વારા સ્મેથવિકે શુક્રવારે સમુદાયના સભ્યો માટે તકેદારી અને સલામતીના પગલાં અંગે ચર્ચા કરવા માટે એક જાહેર સભાનું આયોજન કર્યું છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:49 pm, Sat, 13 September 25