Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ

|

Dec 01, 2021 | 11:53 PM

બુધવારના રોજ જર્મનીના મ્યુનિકમાં વ્યસ્ત રેલ્વે લાઇનની બાજુમાં એક બાંધકામ સ્થળ પર બીજા વિશ્વયુદ્ધ વખતના બોમ્બમાં વિસ્ફોટ થયો હતો.

Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ
Germany

Follow us on

બુધવારના રોજ જર્મનીના મ્યુનિકમાં વ્યસ્ત રેલ્વે લાઇનની બાજુમાં એક બાંધકામ સ્થળ પર બીજા વિશ્વયુદ્ધનો (Second World War) બોમ્બ વિસ્ફોટ (Bomb Blast in Munich) થયો હતો. આ વિસ્ફોટને કારણે ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. જર્મન અધિકારીઓએ આ માહિતી આપી હતી. Donnersburgerbrücke સ્ટેશન નજીક બાંધકામ સ્થળ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. મ્યુનિકના સેન્ટ્રલ સ્ટેશન નજીક નવી કોમ્યુટર ટ્રેન લાઇન માટે બાંધકામ સ્થળ છે.

મ્યુનિક સ્ટેશન એ જર્મનીના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. વિસ્ફોટને પગલે સ્ટેશન પર આવતી અને જતી ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સેવા ફરી શરૂ થઈ હતી. સાવચેતીના ભાગરૂપે કેટલીક લોકલ ટ્રેનો ખાલી કરાવવામાં આવી હતી.

ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, બ્લાસ્ટને કારણે ટ્રેકને કોઈ નુકસાન થયું નથી. યુદ્ધના અંતના 76 વર્ષ પછી પણ, અને ઘણીવાર બાંધકામ સાઇટ્સ પર કામ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધના વણવિસ્ફોટિત બોમ્બ હજુ પણ જર્મનીમાં મળી આવ્યા છે. તેઓ સામાન્ય રીતે તટસ્થ અથવા નિયંત્રિત વિસ્ફોટોમાં નિકાલ કરવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે જેને કેટલીકવાર સાવચેતી સાથે મોટા પાયે સ્થળાંતરની જરૂર પડે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ડ્રિલિંગ કામ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયો હતો

જર્મન સમાચાર એજન્સી ડીપીએએ અહેવાલ આપ્યો છે કે, બાવેરિયા રાજ્યના આંતરિક પ્રધાન જોઆચિમ હેરમેનએ જણાવ્યું હતું કે, 550 પાઉન્ડનો બોમ્બ ડ્રિલિંગ કામ દરમિયાન મળી આવ્યો હતો. હેરમેને કહ્યું કે સત્તાવાળાઓએ હવે તપાસ કરવી જોઈએ કે શા માટે તે અગાઉ શોધાયું ન હતું. તેમણે નોંધ્યું હતું કે, આવી બાંધકામ સાઇટ્સ સામાન્ય રીતે સંભવિત ફૂટ્યા વગરના બોમને કાળજીપૂર્વક સ્કેન કરવામાં આવે છે.

બ્રિટિશ અને અમેરિકન લડાકુ વિમાનોએ જર્મની બોમ્બનો વરસાદ કર્યો હતો. જેમાં 6,00,000 લોકોના મોત થયા હતા. અધિકારીઓનો અંદાજ છે કે, 15 ટકા બોમ્બ ફૂટ્યા ન હતા, જેમાંથી કેટલાક 20 ફૂટ ઊંડે દટાયેલા હતા. નોંધપાત્ર વાત એ છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીને હરાવવા માટે અમેરિકન અને બ્રિટિશ વિમાનોએ તેના શસ્ત્રો અને ઓર્ડનન્સ ફેક્ટરીઓને નિશાન બનાવ્યા.

 

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Next Article