એરપોર્ટ પર જતા હોવ તો કાળી સૂટકેસ ના લઈ જવાની સલાહ, વાંચો શું છે કારણ

|

Jul 28, 2022 | 2:13 PM

Germany Airport: આ સલાહ જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ (Frankfurt Airport) દ્વારા જાહેર કરવામાં આવી છે. આવામાં જો તમે પણ જર્મની જઈ રહ્યા છો, તો તમે તમારી બ્લેક સૂટકેસ વિશે વિચારી શકો છો.

એરપોર્ટ પર જતા હોવ તો કાળી સૂટકેસ ના લઈ જવાની સલાહ, વાંચો શું છે કારણ
airport

Follow us on

કાળી સૂટકેસ સામાન્ય રીતે દરેકને ગમતી હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સૂટકેસ ખરીદવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ કદાચ કાળી સૂટકેસ હોય છે. લોકો કાળી સૂટકેસ સાથે ઘણી વખત મુસાફરી પણ કરે છે. આ દરમિયાન દુનિયાના એક એરપોર્ટે (Airport) કાળી સૂટકેસને લઈને એક સલાહ આપી છે. તેમના તરફથી મુસાફરોને કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો તેઓ આ એરપોર્ટ પર કાળી સૂટકેસ પોતાની સાથે ન લાવે. તેના બદલે રંગબેરંગી સૂટકેસ લઈને આવે અથવા ફક્ત હેન્ડ બેગેજમાં પોતાની મુસાફરી કરો. આ સલાહ જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ (Frankfurt Airport) દ્વારા જાહેર કરવામાં આવી છે. આવામાં જો તમે પણ જર્મની જઈ રહ્યા છો, તો તમે તમારી બ્લેક સૂટકેસ વિશે વિચારી શકો છો.

આ બાબતે ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રમુખ સ્ટીફન શુલ્તે કહ્યું છે કે મોટી સંખ્યામાં મુસાફરો છે જેઓ પોતાની સાથે કાળી સૂટકેસ લાવે છે. આવી પરિસ્થિતિમાં એરપોર્ટના લગેજ કર્મચારીને તેમને ઓળખવામાં અને શોધવામાં મુશ્કેલી પડે છે. કારણ કે બધા એક સરખા જ દેખાય છે. બેગેજ હેન્ડલર્સ દ્વારા આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે આ સલાહ જાહેર કરવામાં આવી છે. તેમણે મુસાફરોને માત્ર હેન્ડ લગેજ સાથે મુસાફરી કરવાની સલાહ આપી છે.

આપવામાં આવ્યો આ તર્ક

ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રવક્તા થોમસ કિરનરનું કહેવું છે કે મોટી સંખ્યાને કારણે કાળો સૂટ લાવનારા મુસાફરોની તેમને ઓળખવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. તેમના મતે હાલમાં આવા સૂટકેસની સંખ્યામાં પણ વધારો થયો છે, જે તેમના માલિક સુધી પહોંચી શક્યા નથી અથવા ખોવાઈ ગયા છે. આ આંકડો ઘણો ઊંચો થઈ ગયો છે. જ્યારે છેલ્લા કેટલાક સપ્તાહમાં આવી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમનું કહેવું છે કે હાલમાં ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લગભગ 2000 સૂટકેસ પડી છે, જે તેમના માલિકો સુધી પહોંચાડવાની છે.

આ પણ વાંચો

આ કારણ પણ આવ્યું સામે

એરપોર્ટે એ પણ સલાહ આપી છે કે મુસાફરો મુસાફરી કરતા પહેલા તેમના સામાનમાં તેમના નામ અને સરનામાનું લેબલ લગાવે. જેથી એરપોર્ટ પ્રશાસનને તેમની પાસે લઈ જવામાં મુશ્કેલી ન પડે. બીજી તરફ પોલીસ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી સુરક્ષા વ્યવસ્થા બગડી જશે. એરપોર્ટ દ્વારા આપવામાં આવેલી આ સલાહ પાછળનું એક કારણ સ્ટાફની અછત હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે સેવાઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે.

Next Article