ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજરમાં થયેલા તખ્તાપલટની નિંદા અને વિરોધ કર્યો છે. નાઈજરના નવા સૈન્ય શાસકે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટીવી દ્વારા રાષ્ટ્રીય સ્તરે આપેલા પોતાના ભાષણમાં સેનાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકી આપી છે. આ સાથે તેમણે પોતાના દેશના લોકોને તેમના અધિકારો માટે દરેક પરિસ્થિતિમાં લડવા માટે પ્રેરિત કર્યા છે. જોકે, આ ધમકી બાદ નાઈજર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. નાઇજરનો 90 ટકા વીજ પુરવઠો પડોશી દેશ નાઇજીરીયામાંથી આવે છે, જે હવે ECOWAS દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધો હેઠળ અવરોધિત છે. આ વીજ સપ્લાય બંધ થવાને કારણે નાઈજરની 2.5 કરોડથી વધુ વસ્તીને અંધારામાં રહેવાના જોખમનો સામનો કરવો પડ્યો છે.
પશ્ચિમ આફ્રિકન રાજ્યોની આર્થિક સમુદાય એટલે કે ઇકોવાસે તેની બેઠકમાં નાઇજરમાં બળવા પછી ઘણા નિયંત્રણો લાદ્યા છે. અહેવાલો અનુસાર, મંગળવારે નાઇજીરિયાથી નાઇજર સુધીનો પાવર ટ્રાન્સમિશન કાપી નાખવામાં આવ્યો હતો. બીજી બાજુ, નાઇજરના વર્તમાન શાસક લશ્કરી અધિકારીઓએ તેમના ટેલિવિઝન ભાષણમાં, નાઇજરના લોકોને દેશની રક્ષા કરવા હાકલ કરી હતી.
સૈન્ય અધિકારી જનરલ અબ્દુર્રહમાન ત્ચિયાનીએ કહ્યું કે, તમામ લોકોએ સાથે આવવું જોઈએ અને નાઈજરના લોકો પર જુલમ કરનારા અને દેશને અસ્થિર કરનારાઓને હરાવવા જોઈએ. હાલમાં નાઈજર સેનાનું નેતૃત્વ કરી રહેલા જનરલ ત્ચિયાનીએ લોકોને કહ્યું કે તેઓ દેશમાં શાંતિપૂર્ણ પરિવર્તન લાવશે. ત્ચિયાનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ECOWAS સંસ્થાએ અટકાયત કરાયેલા રાષ્ટ્રપતિને મુક્ત કરવાની ધમકી આપી છે. સંગઠને કહ્યું છે કે જો રાષ્ટ્રપતિને મુક્ત કરવામાં નહીં આવે તો દેશમાં તમામ પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો