US થી G-20 સમિટ ડેલિગેટ્સનો સામાન લઈને પ્લેન પહોંચ્યું જયપુર, જાણો કેમ છે ખાસ

|

Sep 04, 2023 | 10:28 PM

પ્લેનમાં અમેરિકાથી આવતા ડેલિગેટ્સના સામાન અને વાહનો છે. જે રીતે પ્લેનને દિલ્હીના બદલે જયપુરમાં લેન્ડ કરવામાં આવ્યું છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી થોડા દિવસોમાં જયપુર એરપોર્ટ પર વિદેશી વિમાનોની અવરજવર વધી શકે છે. ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બર યોજાનારી G-20 સમિટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ G-20 સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

US થી G-20 સમિટ ડેલિગેટ્સનો સામાન લઈને પ્લેન પહોંચ્યું જયપુર, જાણો કેમ છે ખાસ

Follow us on

દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે અમેરિકાથી પ્રતિનિધિઓનો સામાન લઈને ભારત પહોંચેલા હરક્યુલિસ વિમાનને જયપુરમાં લેન્ડ કરવામાં આવ્યું છે. હરક્યુલિસ એરક્રાફ્ટ યુએસ આર્મીનું વિશેષ વિમાન છે. આ પ્લેનમાં અમેરિકાથી આવતા ડેલિગેટ્સના સામાન અને વાહનો છે. જે રીતે પ્લેનને દિલ્હીના બદલે જયપુરમાં લેન્ડ કરવામાં આવ્યું છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી થોડા દિવસોમાં જયપુર એરપોર્ટ પર વિદેશી વિમાનોની અવરજવર વધી શકે છે.

ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બર યોજાનારી G-20 સમિટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ G-20 સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તેમના ભારતમાં આગમન પહેલા જ અમેરિકી સેનાનું હરક્યુલિસ એરક્રાફ્ટ અમેરિકન ડેલિગેટ્સનો સામાન લઈને ભારત પહોંચી ગયું છે. આ યુએસ આર્મીનું ગ્લોબમાસ્ટર ક્લાસ એરક્રાફ્ટ છે. દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ ન હોવાને કારણે એરક્રાફ્ટને એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Pakistan News: સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત નહીં આવે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ જણાવી ચુક્યા છે કે તેઓ ભારતમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેશે નહીં. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આ અંગે જાણકારી આપી છે. પુતિને કહ્યું કે તેમના સ્થાને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ભારતમાં યોજાનારી સમિટનો ભાગ બનશે. આ સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:26 pm, Mon, 4 September 23

Next Article