France માં કોરોનાનો કહેર યથાવત, સતત ચોથા દિવસે 2,00,00 નવા કેસ આવ્યા, છ વર્ષના બાળકો માટે માસ્ક ફરજિયાત

|

Jan 02, 2022 | 10:32 AM

ફ્રાન્સમાં કોવિડ -19 (Covid-19)ના કેસોમાં તીવ્ર વધારા વચ્ચે અધિકારીઓએ શનિવારે જાહેરાત કરી કે છ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા પડશે.

France માં કોરોનાનો કહેર યથાવત, સતત ચોથા દિવસે 2,00,00 નવા કેસ આવ્યા, છ વર્ષના બાળકો માટે માસ્ક ફરજિયાત
france records more than 2,00,000 new corona cases

Follow us on

Coronavirus : ફ્રાન્સ(France)માં કોરોના વાઈરસ(Coronavirus)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં કોરોના વાયરસ(Coronavirus in France)ના 2,19,126 નવા કેસ નોંધાયા છે. આ રીતે, આ સતત ચોથો દિવસ છે, જ્યારે ફ્રાન્સમાં કોરોના વાયરસ(France Coronavirus)ના બે લાખથી વધુ કેસ નોંધાયા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો(Emmanuel Macron)ને કહ્યું છે કે, આવનારા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે નવા કેસ વધી શકે છે. દેશમાં સાત દિવસની કોરોના એવરેજ પણ પાંચ ગણી વધી ગઈ છે.

નવા કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો મોટો ભાગ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોના વાયરસનું ઓમિક્રોન (Omicron Variant) ફ્રાન્સમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં નવા કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો મોટો ભાગ છે. પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું કે કોરોનાના નવા કેસોમાંથી 62 ટકા ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડાયેલા છે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવા વિશે પહેલેથી જ ચિંતા હતી, કારણ કે, તે અત્યંત ચેપી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ બ્રિટન (Britain) અને પોર્ટુગલ (Portugal) સહિત ઘણા યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે અહીં પ્રતિબંધો લાગુ કરવું પડ્યું છે. લોકોને માસ્ક પહેરવા વિનંતી કરવામાં આવી રહી છે.

ફ્રાન્સમાં છ વર્ષના બાળકો માટે માસ્ક ફરજિયાત

ફ્રાન્સમાં કોવિડ -19ના કેસોમાં તીવ્ર વધારો વચ્ચે, અધિકારીઓએ શનિવારે જાહેરાત કરી કે, છ અને તેથી વધુ વયના બાળકોએ બંધ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા પડશે. સરકાર માસ્ક પહેરવા માટે બાળકોની ઉંમર 11 થી ઘટાડીને છ વર્ષ કરી છે. સોમવારે ફ્રાન્સમાં વર્ગો ફરી શરૂ થશે અને નાના બાળકોને જાહેર પરિવહન, રમતગમત સંકુલ અને પૂજા સ્થાનો પર માસ્ક પહેરવું પડશે. WHOએ પણ માસ્ક પહેરવા કહ્યું છે અને લોકોને તેનું પાલન કરવાનું કહ્યું છે.

ફ્રાન્સની સરકાર લોકડાઉન વિના વાયરસને નિયંત્રિત કરી રહી છે

માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવતા આ આદેશને પેરિસ અને લિયોન જેવા શહેરો સુધી લંબાવવામાં આવ્યો છે. તાજેતરમાં અહીં ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફ્રાન્સની સરકાર અર્થતંત્રને નુકસાન પહોંચાડતા લોકડાઉન અથવા કર્ફ્યુ લાદ્યા વિના, ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે રોગચાળાના પાંચમી લહેરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રાન્સમાં કોવિડ-19ને કારણે 123,000 લોકોના મોત થયા છે. યુરોપમાં કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : Flights Cancelled : ઓમિક્રોનનો કહેર, ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ

Published On - 10:27 am, Sun, 2 January 22

Next Article