France News: નિવૃત્તિ વય ઘટાડવાના વિરોધમાં પેરિસ સળગ્યું, પોલીસે 120 લોકોની ધરપકડ કરી

|

Mar 17, 2023 | 4:19 PM

Retirement Age: ફ્રેન્ચ સરકારની પોતાની દલીલ છે કે પેન્શન સિસ્ટમમાં સુધારો જરૂરી છે. હવે લોકોએ ઓછામાં ઓછા 43 વર્ષ સુધી કામ કરવું પડશે, જેને 2027થી લાગુ કરવાની યોજના છે. આ સુધારાઓ હેઠળ, નિવૃત્તિ વય 62 થી વધારીને 64 વર્ષ કરવામાં આવશે, જેનો લોકો ઘણા અઠવાડિયાથી રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

France News: નિવૃત્તિ વય ઘટાડવાના વિરોધમાં પેરિસ સળગ્યું, પોલીસે 120 લોકોની ધરપકડ કરી

Follow us on

નિવૃત્તિની ઉંમર વધારવા માટે વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે, પરંતુ ફ્રાન્સમાં લોકો નિવૃત્તિની ઉંમર ઘટાડવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે. હાલમાં સરકાર અને જનતા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મીડિયાને ટાંકીને જે તસવીરો સામે આવી છે, તેમાં લોકો રસ્તા પર વિરોધ કરતા જોવા મળે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું કહેવું છે કે પેન્શન સિસ્ટમને સંતુલિત કરવા માટે આ સુધારો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્શન સિસ્ટમમાં સુધારા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બિલને મંજૂરી આપવામાં આવી છે. ગયા શનિવારે મોડી રાત્રે આ બિલ અંગે સેનેટમાં મતદાન થયું હતું. તમને જણાવી દઈએ કે આ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પેરિસમાં ઘણા લોકોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પેરિસ પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 120 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સફાઈ કામદારો પણ હડતાળ પર

જ્યારે સફાઈ કામદારોએ બિલના વિરોધ મામલે તેમની હડતાલ ચાલુ રાખી છે, ત્યારે વિદ્યાર્થીઓએ સંસદના નીચલા ગૃહ તરફ કૂચ કરવાની યોજના બનાવી છે, કારણ કે બિલના વિરોધીઓ સરકાર પર પીછેહઠ કરવા દબાણ કરી રહ્યા છે. બુધવારે, દેશભરમાં લગભગ 5,00,000 લોકોએ વિરોધ કર્યો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બિલ સામે મત આપવા અપીલ કરો

ફ્રેન્ચ અર્થતંત્રને વધુ સ્પર્ધાત્મક બનાવવાના તેમના વિઝનને ધ્યાનમાં રાખીને, મેક્રોન આ પેન્શન સુધારા બિલ દ્વારા આગળ વધવા માગતા હતા. વિવિધ કર્મચારી યુનિયનોએ બુધવારે રાત્રે સાંસદોને બિલના વિરોધમાં મતદાન કરવાની અપીલ કરી હતી. જો તે કાયદો બને તો ફ્રેન્ચ નાગરિકો અને અર્થવ્યવસ્થા પર તેની અસરોની આશંકાને કારણે ડાબેરી અને જમણેરી સાંસદો તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કન્ઝર્વેટિવ સાંસદો તેના પર વિભાજિત હતા.

નિવૃત્તિ વય 62થી વધારીને 64 વર્ષ કરવામાં આવી છે

આ સુધારાઓ હેઠળ, નિવૃત્તિ વય 62 થી વધારીને 64 વર્ષ કરવામાં આવશે, જેનો લોકો ઘણા અઠવાડિયાથી રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. સેનેટરોએ સુધારાને 112 વિરુદ્ધ 195 મતોથી પસાર કર્યો છે. એક સમિતિ હવે અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરશે, જેને અંતિમ મત માટે સેનેટ અને નેશનલ એસેમ્બલી બંને સમક્ષ રજૂ કરવામાં આવશે.

કર્મચારી સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યાં છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સના મોટાભાગના કર્મચારીઓના સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી મધ્યમ વર્ગ પર ટેક્સ વધશે. વાસ્તવમાં લોકો આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે તેમને પેન્શન મેળવવા માટે વધુ વર્ષો સુધી કામ કરવું પડશે અને પછી તેમને તેમના પગારમાંથી ભારે ટેક્સ ચૂકવવો પડશે.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 4:11 pm, Fri, 17 March 23

Next Article