પેરિસ રેલવે સ્ટેશન પર ચાકુથી હુમલો, 6 ઘાયલ, હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નહિં

|

Jan 11, 2023 | 4:45 PM

પેરિસમાં ચાકુથી હુમલા અંગે, ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મેનિન કહ્યું કે હુમલાખોરે સ્ટેશન પર ઘણા લોકોને ઘાયલ કર્યા હતા, પરંતુ તેમના ટ્વીટમાં તેમની સંખ્યા અથવા ઇજાઓ વિશે કોઈ અન્ય વિગતો જણાવી નથી.

પેરિસ રેલવે સ્ટેશન પર ચાકુથી હુમલો, 6 ઘાયલ, હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નહિં
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

ફ્રાન્સની રાજધાની પેરિસના એક રેલવે સ્ટેશન પર કેટલાક લોકો પર ચાકુથી હુમલો થયાની ઘટના સામે આવી છે. ગૃહમંત્રીનું કહેવું છે કે હુમલાખોર પર પોલીસ કાબુ મેળવે તે પહેલા તેણે ઘણા લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘાયલોમાં એકની હાલત વધુ ગંભીર છે. ફ્રેન્ચ મીડિયાના આ માહિતી આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોથી મળેલી માહિતી મુજબ બુધવારે સવારે પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોર પાસે છરી હતી અને તેણે ઘણા લોકોને ઘાયલ કર્યા હતા. હુમલા અંગે, પેરિસ પોલીસનું કહેવું છે કે ગારે ડુ નોર્ડ સ્ટેશન પર પરિસ્થિતિ હવે કાબુમાં છે.

ઈજાગ્રસ્ત વિશે માહિતી ચોક્કસ નહિં

ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મેનિન કહ્યું કે, હુમલાખોરે સ્ટેશન પર ઘણા લોકોને ઘાયલ કર્યા હતા, પરંતુ તેમની સંખ્યા અથવા ઇજાઓની સ્થિતિ વિશે તેમના ટ્વિટમાં અન્ય કોઈ વિગતો આપી નથી. તેણે એમ પણ કહ્યું કે હુમલાખોરને ઝડપથી કાબૂમાં લેવામાં આવ્યો છે.

ઑફ-ડ્યુટી ઑફિસરે હુમલાખોરને ગોળી મારી

પોલીસે કહ્યું કે હુમલાખોરનો આ હુમલા પાછળનો ઈરાદો સ્પષ્ટ થઈ શક્યો નથી. પેરિસના સરકારી વકીલે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પેરિસ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, હુમલાખોરને પોલીસે ઘણી ગોળી મારી હતી અને તેને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેનો ઈલાજ કરવામાં આવ્યા બાદ વધુ પુછપરછ કરવામાં આવશે. પોલીસના સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે હુમલાખોરને ગોળી મારનાર અધિકારી ઑફ ડ્યુટી હતો. આ રેલ્વે સ્ટેશન યુરોપનો સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે અને પેરિસ, લંડન અને યુરોપના ઉત્તર વચ્ચેની મુખ્ય લિંક રેલવે સ્ટેશન છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પહેલા પણ પેરિસમાં શિક્ષકનું માથું કાપી હત્યા

ફ્રાંસની રાજધાની પેરિસમાં શુક્રવારે એક હુમલાખોરે એક શિક્ષક પર ચાકુથી હુમલો કરીને માથું કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો પણ પછી પોલીસે હુમલોખરને ગોળી મારવી પડી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિએ એમૅન્યુએલ મૅક્રોએ આ ઘટનાને ‘ઇસ્લામિક આતંકી હુમલો’ ગણાવી છે. કહેવાય છે કે આ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂન બતાવ્યાં હતાં, જે ફ્રેંચ પત્રિકા શાર્લી ઍબ્દોએ છાપ્યાં હતાં. આ હુમલો સ્થાનિક સમય પ્રમાણે સાંજે અંદાજે પાંચ વાગ્યે થયો હતો. આ હુમલાની તપાસ આતંકવિરોધી ટીમના વકીલ કરી રહ્યા છે.

Next Article